મહિલા સરપંચનાં પરિવારને બંધક બનાવી ૫.૧૭ લાખની લૂંટ મચાવી

0
17

અમરેલી,તા.૬
બાબરા તાલુકાના ઉંટવડ ગામના મહિલા સરપંચ અને તેમના પતિ સહિતનો પરિવાર રાત્રીના સમયે ઘરમાં સુતો હતો. ત્યારે લૂંટ કરવાનાં ઇરાદે ધસી આવેલા ૭ શખ્સોએ પરિવારને ઘરમાં પુરી મારી નાખવાની ધમકી આપી હતી અને સોના-ચાંદીનાં દાગીના સહિત ૫.૧૭ લાખ રૂપિયાનાં મુદામાલની લૂંટ ચલાવી હતી. હાલ પરિવારે સમગ્ર મામલે બાબરા પોલીસમાં ફરીયાદ નોંધાવી છે.
ઘટની વિગત અનુસાર સરપંચ મહિલા રસીલાબેન, તેમના પતિ રમેશભાઈ અને તેમના પુત્રવધુ સેજલબેન રાત્રીના સમયે સુતા હતા. ત્યારે રાત્રે ૧ વાગ્યા આસપાસ ૭ શખ્સો ઘરમાં ઘુસી આવ્યા હતા. ઘરમાં ચહલપહલ થતાં ઘરના લોકો જાગી ગયા હતા. હાથમાં પત્થર અને કટર જેવા હથિયારો લઈને આવેલા શખ્સોએ ધમકી આપતાં કહ્યું કે કંઈ બોલશો તો બધાને મારી નાખીશું. આમ કહીને તિજારીની ચાવી માંગી હતી અને તેમાં રહેલા સાના-ચાંદીના લાગીના સહિત કુલ ૫ લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ડરના કારણે પહેલા તો પરિવારે પોલીસ ફરિયાદ ન કરી. પરંતુ આર્મીમાં નોકરી કરતો પુત્ર ઘરે આવ્યા બાદ આખરે તેણે પોલીસમાં ફરીયાદ નોંધાવી છે.
લુંટ કરવા આવેલા સાતેય શખ્સો પહેલેથી જ જાણતા હતા કે આ સરપંચનું ઘર છે. તેમણે ધમકી આપતા પણ કહ્યું હતું કે આ સરપંચનું ઘર છે અને તમને બધાને મારી નાખવા છે. આ ઘટના બાદ ડરના કારણે સરપંચે ફરીયાદ પણ કરી ન હતી. રસીલાબેનનો એક પુત્ર આર્મીમાં અને એક પુત્ર એન્જિનીયર કરે છે. હાલ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. જેથી પોલીસ સમગ્ર મામલે તપાસ કરી રહી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY