અમદાવાદ,તા.૧૧
અમદાવાદ સહિત રાજ્યભરમાં ચોરીના બનાવોનો કિસ્સા તો સાંભળ્યા હશે. તેવી રીતે ટ્રેનમાં પણ ચોરી થયાના કિસ્સાઓ આપણે સાંભળ્યા હશે, પરંતુ અમદાવાદમાં જેની લોકો આતુરતાથી રાહ જાઇ રહ્યા હતા, તેવી મેટ્રો ટ્રેન શરૂ થયા પહેલા જ તેમાં ચોરી થયાની ઘટના સામે આવી છે. હાલ મળી રહેલા અહેવાલ મુજબ મેટ્રો રેલ સ્ટેશનમાંથી કોઇ તાંબાની પ્લેટોની ચોરી થઇ ગઇ છે.
ઘટનાની વિગતવાર વાત કરીએ તો, અમદાવાદના અમરાઇવાડી વિસ્તારમાં બનાવાયેલા મેટ્રો સ્ટેશન પર ચોરીનો બનાવ સામે આવ્યો છે. અહીં પાટા પર લગાવાયેલી ૧૫ કિલો તાંબાની પ્લેટની કોઇ ચોરી કરી ગયું છે. આ ઘટનાને પગલે પોલીસ સહિત તંત્ર હરકતમાં આવી ગયું છે અને લોકોના મુખે ચર્ચાઇ રહ્યું છે કે, મેટ્રો ટ્રેન જેવા સરકારના મહત્વપૂર્ણ પ્લાન જેની દિવસ રાત લોકોનો પહેરો હોય છે, ત્યાં ચોરી થાય છે તો લોકોના ઘરમાં પોલીસ કેવી રીતે સુરક્ષા આપી શકશે?
ઘટનાને પગલે મેટ્રોના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા, અને તેમણે પોલીસને જાણ કરી હતી. મેટ્રોના અધિકારીઓએ ચોરીના બનાવના પગલે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. મેટ્રોના અધિકારીઓએ અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



