કંગાળ બનેલા પાકિસ્તાનની વ્હારે આવ્યુ સા.અરબઃ મોટુ રોકાણ પેકેજ આપશે..!!

0
3

રિયાધ,તા.૧૧
આર્થિક સંકટથી ઝઝૂમી રહેલા પાકિસ્તાનના મિત્ર સાઉદી અરબ પાસેથી મોટી મદદ મળી રહી છે. ઇમરાન ખાન સરકારની અત્યારે સૌથી મોટી ચિંતા મુદ્રા એટલે કે ચલણની અછત છે. સાઉદી અરબે આ મુશ્કેલ સમયમાં પાકિસ્તાનને જબરદસ્ત મોટું રોકાણ પેકેજ આપવાનો નિર્ણય કર્યો છે. ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન અને તેના કેટલાંય મહત્વપૂર્ણ સહયોગી ઇસ્લામાબાદની મુલાકાત ટૂંક સમયમાં જ કરવાના છે. પાકિસ્તાનનું વડાપ્રધાન પદ સંભાળ્યા બાદ ઇમરાન ખાન અત્યાર સુધીમાં બે વખત રિયાદની મુલાકાતે જઇ આવ્યા છે. ઇમરાન કેટલાંય મુશ્કેલી દેશોનો પ્રવાસ કરી ચૂકયા છે, જેમાં કતાર અને તુર્કી પણ સામેલ છે. આર્થિક સંકટ સુધારવા માટે ચીન પાસેથી પણ મદદની કોશિષ કરી રહ્યા છે. લાગે છે કે હવે પાકિસ્તાનના પીએમ ઇમરાન ખાનની ચિંતાની સમસ્યાનો ઉકેલ આવી ગયો છે.
ચીનના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ ચાઇના-પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોરનું મહત્વપૂર્ણ કેન્દ્ર ગ્વાદર પોર્ટ છે. અરબ સાગરની પાસે આવેલા ગ્વાદર પોર્ટમાં સાઉદી અરબ ૧૦ બિલિયન ડોલરનું મોટું રોકાણ રિફાઇનરી અને તેલ કોમ્પ્લેક્સમાં કરવા જઇ રહ્યું છે. ચીન અને પાકિસ્તાન માટે આ ગ્વાદર પોર્ટ રણનીતિક રીતે પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે.
વૈશ્વિક સ્તર પર પણ પાકિસ્તાનના કથળેલા અર્થતંત્રની સ્થિતિ અને નબળા શેરો પર રિયાદના મોટા રોકાણથી મદદ મળી શકે છે. મિડલ ઇસ્ટમાં સાઉદી અરબ અને સંયુકત અરબ અમીરાત પાકિસ્તાનના સૌથી મોટા સહયોગી છે. બંને દેશો એ પાકિસ્તાનના પીએમને ૩૦ બિલિયન ડોલરની આર્થિક મદદ રોકાણ અને લોન તરીકે આપવાનો પ્રસ્તાવ આપ્યો છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY