અમદાવાદ,તા.૧૪
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટેક્સ વિભાગ દ્વારા માર્ચ એન્ડિંગના કારણે પ્રોપર્ટી ટેક્સના ડિફોલ્ટરો સામે કડક હાથે સીલિંગ ઝુંબેશ શરૂ કરાઈ છે. ચાલુ મહિનાના બાર દિવસમાં એકલા પશ્ચિમ ઝોનમાં ૨૪૫૭ મિલકતને તંત્રે તાળાં લગાવતાં ડિફોલ્ટર્સમાં દોડધામ મચી છે.
બાકી પ્રોપર્ટી ટેક્સ વસૂલાત ઝુંબેશ હેઠળ ટેક્સ વિભાગ દ્વારા રૂ. ૫૦,૦૦૦થી વધુના ટેક્સના ડિફોલ્ટર્સ સામે ગત તા. ૧ ફેબ્રુઆરીથી મોટા પાયે સીલિંગ ઝુંબેશનો પ્રારંભ કરાયો છે. ચાલુ નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯માં પ્રોપર્ટી ટેક્સમાં રૂ. ૯૦૦ કરોડનો સુધારિત લક્ષ્યાંક રખાયો હોઈ ગત તા. ૧૨ ફેબ્રુઆરી સુધીમાં તંત્રને રૂ. ૭૧૦ કરોડની આવક થઈ છે.
શહેરના સૌથી સમૃદ્ધ ગણાતા પશ્ચિમ ઝોનમાં ટેક્સ વિભાગ દ્વારા સૌથી વધુ ૨૪૫૭ મિલકતને સીલ કરાઈ છે, જ્યારે દક્ષિણ ઝોનમાં ૧૮૯૪, ઉત્તર ઝોનમાં ૧૨૯૨, ઉત્તર પશ્ચિમ ઝોનમાં ૧૧૪૩, મધ્ય ઝોનમાં ૧૧૨૫, દક્ષિણ પશ્ચિમ ઝોનમાં ૫૯૯ અને પૂર્વ ઝોનમાં ૪૮૭ મળીને ગત તા. ૧થી ૧૨ ફેબ્રુઆરી, ૨૦૧૯ સુધીમાં કુલ ૮૯૯૭ મિલકતને સીલ કરાઈ છે, જ્યારે મ્યુનિસિપલ તિજારીમાં સીલિંગ ઝુંબેશથી રૂ. ૩૮.૨૫ કરોડ ઠલવાયા છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



