સેટલાઇટ ગેંગરેપ કેસ : ક્રાઈમબ્રાંચે કોર્ટમાં બી સમરી રિપોર્ટ રજૂ કર્યો

0
39

અમદાવાદ,તા.૩૦
અમદાવાદના સેટેલાઈટ ગેંગરેપ મામલે ક્રાઈમબ્રાંચે કોર્ટમાં બી સમરી રિપોર્ટ રજૂ કર્યો છે. તપાસ દરમિયાન આક્ષેપો પુરવાર ન થતાં હોવાની માહિતી આપવામાં આવી છે. મેટ્રો કોર્ટ દ્વારા ફરિયાદી પાસે જવાબ માગવામાં આવ્યો છે. ડીસીપી પન્ના મોમયા દ્વારા રિપોર્ટ રજૂ કરાયો હતો.
અમદાવાદના સેટેલાઇટ વિસ્તારામાં ચાલુ કારમાં પૂર્વ અમદાવાદમાં રહેતી એક યુવતી પર સામુહિક બળાત્કાર ગુજારવામાં આવ્યો હોવાના કેસમાં પોલીસે હાઇકોર્ટમાં બી સમરી રિપોર્ટ રજૂ કર્યો છે. આ કેસની તપાસ ક્રાઇમ બ્રાંચ તરફથી કરવામાં આવી હતી.
કોર્ટમાં રજૂ કરવામાં આવેલા રિપોર્ટમાં એવું તારણ કાઢવામાં આવ્યું છે કે ફરિયાદને સમર્થન કરતા કોઈ જ પુરાવ મળ્યા નથી. આ મામલે મેજિસ્ટ્રેટ કોર્ટે હવે ફરિયાદી યુવતીને નોટિસ પાઠવીને જવાબ રજૂ કરવા કહ્યું છે.
આ કેસની શરૂઆતની તપાસ ક્રાઇમ બ્રાંચના જેસીપી જે.કે.ભટ્ટની આગેવાનીમાં થઈ હતી. બાદમાં ફરિયાદી યુવતીના આક્ષેપ બાદ આ કેસની તપાસ પન્ના મોમાયાને સોંપવામાં આવી હતી. આ કેસમાં કોર્ટે તપાસ રિપોર્ટ રજૂ કરવાનો આદેશ કર્યો હતો. જેના પગલે પોલીસે નાર્કે ટેસ્ટ, સીસીટીવી ફૂટેજ, સાઇકો ટેસ્ટ, એફએસએફ, મોબાઇલ, સીડીઆર, ઇન્ટાગ્રામને લગતી તમામ વિગતોની તપાસ બાદ કોર્ટમાં બી સમરી રિપોર્ટ રજૂ કર્યો હતો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY