અમદાવાદ,તા.૭
નવિન ઝા, અમદાવાદઃ
એલઆરડી પેપર લીક કાંડના મુખ્ય આરોપી વિરેન્દ્ર માથુરની ધરપકડ કરવામાં આવી છે. ગુજરાત છ્જી અને ક્રાઇમબ્રાન્ચે વિરેનદ્ર માથુરની ધકરપકડ કરી છે, જે બાદ તેને ગાંધીનગર પોલીસને સોંપવામાં આવશે. વિરેન્દ્રએ તેની ઓળખ બદલવા માટે તેનો ફેસ પણ બદલી નાંખ્યો હતો. તેણે વ્હાઇટ દાઢી રાખી ઓળખ છૂપવવાનો પ્રયાસ કર્યો હતો. જાકે, એટીએસ દ્વારા તેની પર વોચ રાખવામાં આવી હતી. જે બાદ તેની દિલ્હીથી ધરપકડ કરવામાં આવી છે.
વિરેન્દ્ર માથુરની ધરપકડ બાદ તેની પૂછપરછમાં અનેક ખુલાસાઓ થઇ શકે છે. તેની પૂછપરછમાં પેપર લીક કાંડના અન્ય આરોપીઓ સહિત પેપર લીક માટે કેટણ નાણાં ચૂકવ્યા હતા તે સહિતની માહિતી બહાર આવી શકે છે.
વિરેન્દ્ર માથુર અનેક રાજ્યોમા પેપર લીક કરી ચૂક્્યો છે. આ મામલે ૧૬થી ૧૭ લોકોની ધરપકડ કરવામાં આવી છે. તે બાદ હવે મુખ્ય આરોપી વિરેન્દ્ર માથુરને ઝડપી લેવાયો છે. સાથે જ તે અનેક ગુનાઓમાં વોન્ટેડ પણ હતો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




