રાજપીપળા : નમૅદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના ચાર ગામના લોકોને તાલુકા મથકે જવા આવવા માટેનો ૮૦ વર્ષ જૂનો રસ્તો બંધ હોવાથી ભારે હાલાકી પડી રહી છે માટે ગ્રામજનોએ આ બાબતે ધમકીનો સુર આલાપ્યો છે.
નર્મદા જિલ્લાના દેડીયાપાડાના અંતરીયાળ ગામોમાં તાલુકા મથક પર જવા આવવા માટેનો ૮૦ વર્ષ જૂનો રસ્તો છે પરંતુ એ રસ્તો ગાજરગોટા ગામના બચીયાભાઈ બાવાભાઈ વસાવા એમ જણાવી બંધ કર્યો કે “મારા ખેતરમાંથી રસ્તો પસાર થાય છે” એમ કહી છ વર્ષથી બંધ કરી દેતા ગાજરગોટા, કાબરીપઠાર, મોજરા અને લાડવા ગામના લોકોને ભારે તકલીફો વેઠવી પડી રહી છે આ કારણે આ ગામના લોકો ક્યારેક બીમાર પડે ત્યારે આરોગ્યની ઈમરજન્સી સારવાર મેળવવા માટે પણ તકલીફ પડી રહી છે. રસ્તો બંધ હોવાથી આ ગામોમાં સમયસર 108 એમ્બ્યુલન્સ પણ આવી શકતી નથી, ગામ લોકોનુ કહેવું છે કે સરકાર પણ અમારી રજૂઆતને નજર અંદાજ કરી રહી હોય અમને કોઈ સુવિધા કરી આપવા માગતી નથી તેવો આક્ષેપ ગ્રામજનો એ લગાવ્યો હતો.
આ બાબતે કાબરીપઢાર અને ધાટોલી ગામના સરપંચોનુ કહેવું છે કે તંત્રને અનેક વાર મૌખીક તેમજ લેખીત રજુઆતો કરવામાં આવી છે છતાં કોઈ કાયૅવાહી કરવામા આવી નથી જો રસ્તો ખુલ્લો નહી કરવામાં આવે તો ચૂંટણીનો બહીષ્કાર કરવાની ફરજ પડશે તેમ જણાવતા વહીવટી તંત્રમા તેમજ રાજકીય ક્ષેત્રે હડકંપ મચી જવા પામ્યો છે .
અગાઉ આ ૪ ગામના લોકોએ ગત વિધાન સભામાં ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો તે સમયે ચારેય ગામના લોકોએ તંત્રની સમજાવટ બાદ પણ એક પણ વોટ આપ્યો ન હતો, રસ્તા બાબતે ગામ લોકો ખૂબ હેરાન છે ગત વિધાનસભાની ચુંટણી સમય ના સળગતા પ્રશ્નનનો તંત્ર હજુ સુધી નિકાલ લાવી શકયુ નથી ત્યારે હાલ લોકસભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે આ ચાર ગામના લોકોએ ફરી એકવાર રસ્તાને લઈને દેડીયાપાડા મામલતદાર, જિલ્લા કલેકટર નર્મદા, તાલુકા વિકાસ અધિકારી દેડીયાપાડા , જિલ્લા પંચાયત માગૅ અને બાંધકામની કચેરીને આવેદન પત્ર આપ્યુ છે જેમાં જણાવ્યું છે કે જો 7 દિવસમાં રસ્તાનો ઉકેલ નહિ આવેતો અમે લોકસભા ચૂંટણીનો બહિષ્કાર કરીશુ એવી ચીમકી ઉચ્ચારતા તંત્ર ફરી દોડતું થઈ ગયુ છે અને દેડીયાપાડા મામલતદારે આ અગે હાલ સર્વેની કામગીરી પણ હાથ ધરી છે, અને જલદીજ આ સમસ્યા નું નિરાકરણ આવશે તેમ જણાવ્યું હતું.
ત્યારે જોવું એ રહ્યું કે લોકોની રસ્તા અંગેની માંગ પુરી થશે કે લોકસભાની ચુંટણી નો પણ ગ્રામજનો બહિષ્કાર કરશે.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




