ગરીબોની મદદ માટે એમેઝોન સીઈઓ ૧૪૫૦૦ કરોડ રૂપિયા દાન કરશે

0
17

વાશિંગ્ટન,તા.૧૪
દુનિયાની દિગ્ગજ ઈ-કોમર્સ કંપની એમેઝોનના સીઈઓ જેફ બેજાસે ગરીબોની મદદ માટે ૨ અરબ ડોલર એટલે કે ૧૪,૫૦૦ કરોડ રુપિયા દાન કરવાનો નિર્ણય કર્યો છે. તેમણે પરોપકાર માટે એક ફંડની શરુઆત કરી છે જેનાથી બેઘર પરિવારો અને ગરીબ બાળકોની મદદ કરવામાં આવશે.
આ ફંડ બે ભાગમાં વહેંચાશે. જે ડે-૧ ફેમિલીઝ ફંડ અને ડે ૧ એકેડમીઝ ફંડ હશે. આ ફંડની શરુઆતની જાહેરાત કરતા બેજાસે ટિ્વટ કરીને જણાવ્યું કે બેજાસ ડે વન ફંડની જાહેરાત કરતા અમને ખૂબ ખુશી થાય છે. આની શરુઆતમાં ૨ અબજ ડોલર આપવાના છે અને આમાં બે મુખ્ય ક્ષેત્રો પર ફોકસ કરવામાં આવશે.
બેજાસે જણાવ્યું કે ડે ૧ ફેમિલીઝ ફંડ દ્વારા સામાજિક કાર્યોમાં જાડાયેલી સંસ્થાઓ, નાગરિક સંગઠનોને વાર્ષિક એવોર્ડ પણ આપવામાં આવશે. ડે ૧ એકેડમીઝ ફંડ દ્વારા એક ઉચ્ચ સ્તરીય પૂર્ણ સ્કોલરશિપ વાળી પ્રી-સ્કૂલોનું નેટવર્ક ઉભુ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે એમેઝોનના સીઈઓની કુલ સંપત્તિ ૧૬૦ અબજ ડોલરથી વધારે છે. ફોર્બ્સ અનુસાર બેજાસ દુનિયાના મોટા ધનીક વ્યક્તિ છે. આ પહેલા અમેરિકામાં જ માઈક્રોસોફ્ટના સંસ્થાપક બિલ ગેટ્‌સે અરબો ડોલરનું દાન કર્યું હતું. તેમણે મેલિંડા એન્ડ ગેટ્‌સ ફાઉન્ડેશનની સ્થાપના દ્વારા આશરે ૨૭ અરબ ડોલરનું દાન કર્યું હતું. અમેરિકાના જ દિગ્ગજ રોકાણકાર વોરેન બફેટે પણ ૨૧.૫ અબજ ડોલરની સંપત્તિને પરોપકારમાં લગાવી દીધી છે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY