અમદાવાદ,તા.૪
અ.મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા કાંકરિયા લેકફન્ટના દરરોજના સેંકડો મુલાકાતીઓને ધ્યાનમાં રાખીને તેની સામે જ કરોડો રૂપિયાના ખર્ચે કાંકરિયા મલ્ટિલેવલ પા‹કગ ઊભું કરાયું છે, જાકે નાગરિકો અહીંયાં વાહન પાર્ક કરવાનું ટાળે છે. આ માટેનું મુખ્ય કારણ લિફટની સમસ્યા છે.
કાંકરિયા મલ્ટિલેવલ પાકિંગની બે લિફટ પૈકી એક લિફટ તો એક અથવા બીજા કારણસર બંધ રહેતી હોઇ લોકો કંટાળીને આવતા નથી. તંત્ર દ્વારા રૂ.ર૩ કરોડના ખર્ચે ઊભા કરાયેલા કાંકરિયા મલ્ટિલેવલ પા‹કગ સંચાલન માટે વપરાતી વીજળી જેટલો ખર્ચ પણ કાઢી શકાતો ન હતો.
એક પ્રકારે આ મલ્ટિલેવલ પા‹કગ ધૂળ ખાતું પડ્યું હતું, જેના કારણે સત્તાવાળાઓએ ગત તા.૩૧ ઓગસ્ટથી એક મહિના માટે લોકોને ફ્રી પા‹કગની સુવિધા આપીને આકર્ષવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ નવા કોન્ટ્રાક્ટરને કામ સોંપાયું છે. આમ, નાગરિકોને કાંકરિયા મલ્ટિલેવલ પા‹કગમાં પા‹કગ માટે પ્રોત્સાહન આપવાને બદલે તંત્ર-શાસકો ઉદાસીનતા દાખવી રહ્યા છે.
બીજી તરફ મળેલી રોડ-બિલ્ડિંગ કમિટીમાં ગીતામંદિર એસટી બસ સ્ટેન્ડ સામેના આરોગ્ય ભવનની ચાર લિફટ બોડકદેવના પંડિત દીનદયાલ ઓડિટોરિયમ હોલની બે લિફટ નવરંગપુરા ફાયર સ્ટેશનની ચાર લિફટ અને સંસ્કાર કેન્દ્ર પાલડીની એક લિફટ મળીને કુલ અગિયાર લિફટનું પાંચ વર્ષ સુધીના મેન્ટેનન્સ પાછળ રૂ.૪૦.૧૯ લાખ ખર્ચવાની લાઇટ વિભાગની એક દરખાસ્તને મંજૂરી અપાઇ હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




