અમદાવાદ,તા.૮
અમદાવાદમાં અંગત અદાવતમાં હોમગાર્ડ પર તેના ઓળખીતા લોકોએ જ હુમલો કર્યાનો વીડિયો વાયરલ થયો છે. જેમાં ત્રણ યુવકો હોમગાર્ડ યુવકને ઢોર માર મારી રહ્યાં છે. આ મામલામાં વાસણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ મામલે મળતી માહિતી પ્રમાણે શહેરમાં હોમગાર્ડ પર તેના જાણકાર માણસો પહેલા યુવકને ઘરની પાસે બોલાવે છે. જે પછી અપશબ્દો બોલીને તેને ઢોર માર મારે છે. આ બેરેહમીથી માર મારતો વીડિયો ધણો જ વાયરલ થઇ રહ્યો છે.
આ વીડિયોમાં જાઇ શકાય છે કે બે યુવકો હોમગાર્ડને માર મારે છે જ્યારે ત્રીજા માણસ આખી ઘટનાનો વીડિયો ઉતારી રહ્યો છે. વીડિયોમાં હોમગાર્ડનો યુવક બોલતો સંભળાય છે કે, ‘હવે હું આવુ નહીં કરૂ, મને માફ કરો.’
પ્રાથમિક માહિતી પ્રમાણે મારનાર આરોપી યુવકની પત્નીનો ફોટો હોમગાર્ડના મોબાઇલમાં હોવાની શંકાને કારણે તેને માર મારવામાં આવી રહ્યો છે. આ મામલામાં વાસણા પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
અમદાવાદમાં થોડા સમય પહેલા એક ઘટના બની હતી. જેમાં પતિ અને સાસુ દ્વારા મહિલાને માર મારવામાં આવ્યો હતો. જેમાં નાના બાળક સામે જ સાસુ અને પતિ મહિલા ઉપર ગડદા પાટુંનો માર મારવા લાગ્યા હતા. એ સમયે પીડિતાએ જણાવ્યું હતું કે, તેના પતિ અને સાસુ તેને અન્ય પુરુષ સાથે સંબંધ બાંધવા દબાણ કરી રહ્યા છે. તેણે ઇન્કાર કર્યો તો તેની સાથે અમાનવિય વ્યવહાર કરવાનું શરૂ કર્યું હતું. તેણે વધુમાં જણાવ્યું હતું કે છેલ્લા પાંચ વર્ષથી પતિ અને સાસુ તેના અત્યાચાર ગુજારી રહ્યા હતા. જાકે, અસહ્ય ત્રાસથી કંટાળીને મહિલાએ આખરે મેઘાણીનગર પોલીસ સ્ટેશને ફરિયાદ નોધાવી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





