પિતાએ ૧૪ વર્ષની પુત્રી સાથે અડપલાં કરતા ખળભળાટ

0
4

અમદાવાદ,તા.૮
અમદાવાદમાં પિતા-પુત્રીના સંબંધોને લજાવતો કિસ્સો સામે આવ્યો છે. વસ્ત્રાલ વિસ્તારમાં રહેતી ૧૪ વર્ષની પુત્રી સાથે સાવકા પિતા છેલ્લા સાત મહિનાથી ધમકી આપી અડપલાં કરતો હતો. વારંવાર છેડતીથી કંટાળી પુત્રીએ તેની માતાને કહેતા આ મામલે રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
એપાર્ટમેન્ટમાં રહેતી આ મહિલાએ બીજા લગ્ન કર્યા હતા. પહેલા પતિથી એક પુત્રીનો જન્મ થયો હતો જે હાલમાં ૧૪ વર્ષની છે. ગઈકાલે જ્યારે સગીરા રસોડામાં વાસણ ધોતી હતી ત્યારે પાછળથી તેનો સાવકો પિતા આવ્યો હતો અને છાતીના ભાગે હાથ ફેરવી અડપલાં કર્યા હતાં. પછી ધમકી આપી હતી કે આ બાબતે કોઈને કહેશે તો તેની પુત્રીને જાનથી મારી નાખશે. ઘટના બાદ સાવકો પિતા ઘરેથી ફરાર થઈ ગયો હતો.પોલીસે આરોપી પિતાની અટકાયત કરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY