૨૬ ડિસેમ્બરના રોજ દેશની તમામ બેંકો હડતાલ પર

0
8

અમદાવાદ,તા.૮
૨૬ ડિસેમ્બરના રોજ દેશની તમામ બેંકો એક દિવસના હડતાલ પર છે. આ હડતાલમાં દેશના આઠ લાખ બેકના કર્મચારીઓ આ હડતાલમાં જાડાશે. ત્યારે સરકારના બેંકીંગ નિર્ણય મુદે દેશભરના બેંક કર્મચારીઓ એક દિવસની હડતાલ પર ઉતરવાના છે. ત્યારે સરકારના કિયા નિર્ણયથી નારાજ બેંક કર્મચારીઓ હળતાલ પર જવાના છે.
૨૬ ડિસેમ્બરનાં રોજ યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન દ્વારા હડતાલની જાહેરાત કરવામાં આવી છે. સરકારના ત્રણ જેટલી રાષ્ટ્રીયકૃત બેંકો મર્જર કરવાના નિર્ણય સામે કર્મચારીઓ વિરોધ કરવાના છે. ત્યારે આ ત્રણ બેંકોની વાત કરવામાં આવે તો બેંક ઓફ બરોડા, દેના બેંક અને વિજયા બેંકનાં મર્જરનાં નિર્ણય મામલે બેંક યુનિયન દ્વારા સરકાર સામે વિરોધ માટે દેશવ્યાપી હડતાલની જાહેરાત કરી છે.
આ દેશવ્યાપી હડતાલમા આઠ લાખ કર્મચારીઓ ૨૬ ડિસેમ્બરનાં રોજ બેંકીંગ કામગીરી સાથે અળગા રહીને સુત્રોચાર સાથે સરકારના નિર્ણયનો વિરોધ બેંકો સંપુર્ણ રહેશે બધ રહેશે. સરકાર બેંકોના મર્જરના નિર્ણયથી જનતા અને દેશના બેંકીંગ ક્ષેત્રના તકલીફ અને પ્રજા વિરોધી નિર્ણય સામે બેકોના ૯ યુનિયન બેકના વિરોધ કરશે.
સરકારના નિર્ણય મામલે મુદે વાત કરતા મહાગુજરાત બેંક યુનિયનના પ્રમુખ રાજેશ વ્યાસે જણાવ્યું હતું કે, આ ત્રણેય રાષ્ટ્રીયકૃત બેકોનું કુલ ૧૪ લાખ કરોડનું કુલ NPA છે. જેમાંથી મોટા ભાગનું વિજય માલ્યા, નિરવ મોદી, મેહુલ ચોક્સી તેમજ દેશની જાણીતી મોટી કંપની ૨૦ ટકા મોટી કપની ધારકોનું ૮૦ ટકા NPA છે. ત્યારે તેમાંથી આ ત્રણેય રાષ્ટ્રીયકૃત બેંકોનું કુલ ૮૨ હજાર કરોડનું NPA માંડવાળ હેતુ સરકારના નિર્ણયનો વિરોધમાં એક દિવસની બેંક હડતાલ યુનિયન દ્વારા જાહેરાત કરવામાં આવી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY