વિસનગર,તા.૮
ગાયનેક તબીબોની અનેક બેદરકારીના કિસ્સા બની રહ્યા છે ત્યારે વિસનગરની જીવનયોગ નર્સિંગ હોમમાં વધુ એક મહિલા અને નવજાત શિશુનું શંકાસ્પદ મોત નીપજ્યું છે જેને લઈ પરિવારે તબીબની બેદરકારી હોવાનો આરોપ લગાવ્યો છે.
વિસનગરમાં આવેલ જીવનયોગ ન‹સગ હોમમાં તબીબની બેદરકારી સામે આવી છે જેને કારણે વડનગરના કહીપુરની સગર્ભા મહિલાનું પ્રસુતિ સમયે મોત નિપજ્યાનો આરોપ તબીબ પર લાગ્યો છે વિગતે વાત કરીએ તો શુક્રવારે સવારે ૩૦ વર્ષીય શિલ્પાબેન ઠાકોર નામની સગર્ભા મહિલાને પ્રસુતિ કરાવવા માટે વિસનગરની જાણીતી જ્યોતિ હોસ્પિટલના જીવનયોગ ન‹સગ હોમમાં લઈ જવાઇ હતી. જ્યાં તબીબો દ્વારા સંપૂર્ણ દિવસ દરમિયાન મહિલાની પ્રસુતિ માટે સારવાર ચાલતી હોવાનો ડોળ કરાયો. અંતે જ્યારે પરિવારે મહિલાની સ્થિતિ જાણવા દર્દી પાસે રૂબરૂ જવાનો પ્રયાસ કરતા હોસ્પિટલના સ્ટાફ અને ડોકટરોએ તમને અટકાવી મહિલાની હાલત ગંભીર હોઈ મળવા દેવાનો ઇન્કાર કર્યો હતો.
જાકે પતિને ત્યારે જ તબીબો પર શંકા જતા તેમને હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો હતો જેને પગલે વિસનગર શહેર પોલીસને મામલો શાંત કરવા મધ્યસ્થી કરવી પડી હતી. જાકે મામલો શાંત પડતા જીવનયોગ હોસ્પિટલ દ્વારા દર્દીના પરિવારજનોને બાળક અને માતા બંન્નેના મોત થયાની જાણકારી આપતા દર્દીનો પરિવાર ભારે આઘાતમાં મુકાયો છે. સાથે જ પરિવારે આ જીવનયોગ હોસ્પિટલના તબીબ ગાંધીની બેદરકારીથી બાળક અને મહિલાનું મોત થયાનો ગંભીર આરોપ લગાવ્યો છે.
જીવનયોગ ન‹સગ હોમમાં મહિલાના શંકાસ્પદ મોતને મામલે મોતનું સાચું કારણ જાણવા પરિવારજનોએ તપાસની માંગ કરતા પોલીસે પ્રથમ વિસનગર હોસ્પિટલ લાશ મોકલી આપી પેનલ પીએમ માટે લાશને અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડી છે. જાકે બાળક નર હતું કે માદા તેની પણ પરિવાર જનોને કોઈ જાણકારી આપવામાં આવી નથી ત્યારે શંકા ઉપજાવતી આ ઘટનામાં જીવન યોગ હોસ્પિટલના તબીબ ગાંધી પણ હાલતો પોતાનો સ્વબચાવ કરતા નજરે પડી રહ્યા છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



