અમદાવાદ,તા.૨૬
યુનેસ્કો દ્વારા અમદાવાદને દેશનું સર્વપ્રથમ હેરિટેજ સિટી જાહેર કરાયા બાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હેરિટેજ મકાનધારકોને તેમના ઐતિહાસિક મૂલ્ય ધરાવતા મકાનોની જાળવણી માટે ખાસ ટ્રેડેબલ ડેવલપમેન્ટ રાઈટ (ટીડીઆર) આપીને પ્રોત્સાહિત કરાઈ રહ્યા છે.
જાકે આમાં આશ્ચર્યજનક બાબત એ છે કે આજે પણ કોટ વિસ્તારના નાગરિકોને પોતાના મકાનના હેરિટેજ મકાન તરીકેના સ્ટેટસ અંગે ખાસ જાણકારી નથી. જાકે તંત્ર દ્વારા આ માટેના ખાસ ટીડીઆર કેમ્પના આયોજન બાદ હવે હેરિટેજ લિસ્ટેડ મકાનધારકોની મકાનની ડિઝાઈનને મરમ્મત માટે સ્વખર્ચે તૈયાર કરવાની દિશામાં ચક્રો ગતિમાન કરાયા છે.
જાકે સેપ્ટના સર્વે હેઠળના ડોઝિયરમાં કોટ વિસ્તારના ૨૨૩૬ રહેણાક અને ૪૪૯ સ્થાપત્યને ગ્રેડેશન મુજબ અલગ તારવાયા છે, પરંતુ તેમાં જે તે હેરિટેજ મકાનની ડિઝાઈનનો સમાવેશ કરાયો નથી. બીજી બાજુ તંત્રના તાજેતરના ટીડીઆર કેમ્પમાં કોટ વિસ્તારના અનેક લોકોએ પોતાનું મકાન હેરીટેજ લિસ્ટમાં છે કે નહીં તે અંગે જ વધારે પૂછપરછ કરી હતી. આ માટે સત્તાધીશોએ ખાસ કન્સલ્ટન્ટની પેનલ નિમવાની દિશામાં હિલચાલ શરૂ કરી છે. અમદાવાદ વર્લ્ડ હેરિટેજ ટ્રસ્ટના આધારભૂત વર્તુળો વધુમાં કહે કે તાજેતરમાં હેરિટેજ મકાન અને સ્થાપત્યની ડિઝાઈનમાં પાંચ વર્ષનો અનુભવ ધરાવતા કન્સલ્ટન્ટની નિમણૂક માટે અરજીઓ મંગાવાઈ છે.
જેના આધારે પેનલ બનાવીને હેરિટેજ લિસ્ટેડ મકાનધારકોના મકાનની ડિઝાઈન તંત્ર બનાવી આપશે. આનાથી લોકોને મોટી આર્થિક રાહત મળશે. ઉપરાંત હેરિટેજ વિભાગના ચોપડે પણ જે તે હેરિટેજ મકાનની ડિઝાઈનનો રેકોર્ડ રહેશે એટલે તંત્ર તેવા મકાનમાં રિપેરિંગ અર્થે કરાયેલા ફેરફાર યોગ્ય રીતે થયા છે કે નહીં તેનું ‘ક્રોસ ચેકિંગ’ પણ કરી શકશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




