તીર્થધામ સારંગપુરમાં પ્રમુખસ્વામી માર્ગ ખુલ્લો મુકાયો

0
169

સારંગપુર-બરવાળા હાઈવે થી નગરપ્રવેશ કરતા કલાત્મક પ્રમુખસ્વામી દ્વારનુ ઉદ્ઘાટન કરવામાં આવ્યુ

બોટાદ જીલ્લો એટલે તિર્થભુમિનો જીલ્લો કહેવાય સૌરાષ્ટ્રની પ્રાકૃતિકભુમિમાં વસેલા તીર્થધામ સારંગપુર ખાતે ગઈકાલે પરમ પુજ્ય પ્રમુખસ્વામી મહારાજની સ્મૃતિમાં BAPS સંસ્થાના વર્તમાન પ્રમુખ પરમ પુજ્ય મહંતસ્વામી મહારાજના વરદ હસ્તે સારંગપુરનાં મુખ્ય માર્ગથી નગરપ્રવેશ કરતા કલાત્મક પ્રમુખસ્વામી માર્ગ નામ અપાયુ
આ સાથે જ સારંગપુર-બરવાળા હાઈવે થી નગરપ્રવેશ કરતા ભવ્ય કલાત્મક પ્રમુખસ્વામી દ્વારનુ ઉદ્ઘાટન સાંજે ૫:૩૦ ક્લાકે સ્વામીશ્રીએ સંપન્ન કર્યુ જેમા વૈદિક મંત્રોચ્ચાર દ્વારા દ્વારનુ પુજન કરવામાં આવ્યુ આ પ્રસંગે બોટાદ જીલ્લાના કલેક્ટરશ્રી સુજિતકુમાર,બોટાદ જીલ્લાના D.D.O.શ્રી આશિષકુમાર, બોટાદ જીલ્લા ભાજપ પ્રમુખશ્રી સુરેશભાઈ ગોધાણી,બરવાળા તાલુકાના પ્રમુખશ્રી વિરેન્દ્રખાચર,ગ્રામ્ય ભાજપ પ્રમુખશ્રી સુરેશભાઈ ગઢીયા જેવા મહાનુભાવોએ ઉપસ્થિત રહી આ પ્રસંગને શોભાવ્યો હતો સાથે મહિલા વિભાગમાંથી સારંગપુર ગામના તલાટી શ્રીમતી ભાનુબેન,સરપંચ શ્રીમતી ગીતાબેન ખાચર તથા ગાભના અન્ય આગેવાનોએ હાજરી આપી હતી જ્યારે બરવાળા તાલુકા ભાજપ મહામંત્રી વિજયભાઈ ખાચરે વ્યવસ્થામાં સહયોગ આપ્યો હતો પરમ પુજ્ય મહંતસ્વામી મહારાજે આ દ્વાર નીચે થી પસાર થનાર સૌના કલ્યાણની ભાવના વ્યક્ત કરી હતી આ પ્રમુખસ્વામી દ્વાર સારંગપુર તીર્થધામની શોભા બની રહેશે

રિપોર્ટર-વિપુલ લુહાર-રાણપુર
મો:-7698030233

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

 

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY