ખબરદાર… દારૂ પીને ગુજરાતમાં પ્રવેશ કર્યો તો થશે ધરપકડ

0
6

અમદાવાદ,તા.૨૭
ગુજરાતમાં દારૂબંધી છે. પણ છાશવારે ગુજરાતમાં દારૂની હેરાફેરી થાય છે. જેમાં પોલીસ દરરોજ દારૂ પકડી રહી છે. દારૂના રશિયાએ ૩૧ ડિસેમ્બરે દારૂ પીને નવા વર્ષની ઉજવણી કરે છે.
પણ ગુજરાતમાં તો દારૂબંધી છે. જેથી શાણા લોકો ગુજરાત પાસેના સ્ટેટમાં જઇ દારૂ પી પાછા ગુજરાતમાં આવી જાય છે. પણ આ વખતે પોલીસે ગુજરાતના ફરતે તમામ બોર્ડર સીલ કરી છે. જેમાં દારૂની હેરાફેરી કે દારૂ પીને આવતા લોકોની ધરપકડ કરવામાં આવશે.
૩૧ ડિસેમ્બરને વલસાડ પોલીસે બોર્ડર સીલ કરી છે. સેલવાસ અને મહારાષ્ટ્ર બોર્ડર પર પોલીસ તૈનાત કરવામાં આવી છે. જેમાં ભિલાડ, કપરાડા, વાડી, ડુંગરા બોર્ડર પર ચાંપતો બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. જેમાં દારૂની તસ્કરી રોકવા, નશો કરીને નીકળતા લોકો પર બાજ નજર રાખવામાં આવી છે.
પાતલિયા , ભિલાડ, કારમબેલી, બામણપૂજા, કપરાડા, વાપી, ડુંગરા, ચલા, મોટાપોન્ધા જેવા વિસ્તારો દમણ, સેલવાસ અને મહારાષ્ટÙની બોર્ડરને લગતા હોવાથી પોલીસનો ચાંપતો બંદોબસ્ત થયો છે.
મહારાષ્ટ્ર, દમણ, સેલવાસમાંથી દારૂ તસ્કરી રોકવા તેમજ દારૂ પીને નીકળતા લોકોને પોલીસ દબોચશે. હવે દમણ સેલવાસ અને મહારાષ્ટÙમાં જઇ દારૂ પીવાવાડા સાવધાન થઇ જાય.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY