અમદાવાદ,તા.૨૮
ઇન્ટરનેશનલ અને ડોમેસ્ટિક એરપોર્ટ પર ફ્લાઇટ લેટ થવાના કારણે પેસેન્જરોએ અનેક વખત હંગામો મચાવીનો પોતાનો રોષ વ્યક્ત કર્યો હોવાની ઘટના સામે આવી છે ત્યારે આજે અનોખા કારણસર ફ્લાઈટ લેઈટ થઈ હતી. વહેલી સવારે પાઈલોટ ઘરેથી એરપોર્ટ આવવા નીકળ્યા પણ ન હતા તે પહેલા દિલ્હી જતા ૧૩૦ પેસેન્જરોને ફ્લાઈટમાં બેસાડી દેતા ભારે હંગામો થયો હતો.
સૂત્રોના જણાવ્યા અનુસાર સ્પાઇસ જેટની ફ્લાઇટ અમદાવાદથી દિલ્હી વહેલી સવારે ૬.૦પ મિનિટે ઉપડવાની હતી. સ્પાઇસ જેટના કર્મચારીઓએ ૧૩૦ પેસેન્જરને ફ્લાઇટમાં બેસાડી દીધા. સમયસર ફ્લાઇટ નહીં ઉપડતાં પેસેન્જરોએ એરહોસ્ટેસને વાત કરી હતી. જ્યાં પેસેન્જરોને જાણવા મળ્યું હતું કે પાઈલટ આવ્યો નહીં હોવાથી ફલાઇટ ટેક ઓફ થઇ શકી નથી. અડધો કલાક રાહ જાયા બાદ ફરીથી પેસેન્જરોએ એરહોસ્ટેસને પૂછ્યું તો તેમને જવાબ આપતાં કહ્યું હતું કે પાઈલટ તેનું વાહન લઇને એરપોર્ટ પહોંચે છે.
ચાર-ચાર કલાક વીતી ગયા બાદ પણ ગો-એરની ફ્લાઈટ અંગે એરપોર્ટ ઓથોરિટી પાસે કોઈ જ માહિતી ન હતી. ચાર કલાક સુધી મુસાફરોને કોઈ પણ પ્રકારની સુવિધા વગર બેસાડી રાખવામાં આવ્યા હતા. મહિલાઓ અને બાળકો પાણી વગર ટળવતાં હતાં, છતાં પણ એરપોર્ટ ઓથોરિટી દ્વારા કોઈ જ દરકાર કરવામાં આવી ન હતી.
આ ફ્લાઈટ ચાર-ચાર કલાક સુધી ઉપડી ન હોવાથી સ્પાઈસ જેટના તંત્ર દ્વારા મુસાફરોને નીચે ઊતરવા દેવામાં આવ્યા ન હતા. આ ઉપરાંત મુસાફરોને પાણી સહિતની જરૂરી સુવિધાઓ પણ આપવામાં આવી ન હતી, જેના કારણે મુસાફરોએ ભારે હંગામો મચાવ્યો હતો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



