અમદાવાદ,તા.૨૪
અમદાવાદીઓ માટે હવામાન વિભાગે મોટી આગાહી કરી છે. હવામાન વિભાગે અમદાવાદીઓ માટે આગાહી કરી છે કે આગામી ૫ દિવસ સુધી ૪૨ ડિગ્રી તાપમાનમાં ગરમીથી શેકાવા માટે તૈયાર રહેજા.
દરિયામાં તેજ પવન ફૂંકાતાની સાથે જ હવામાન વિભાગે અમદાવાદ સહિત રાજ્યભર માટે આ આગાહી કરી છે. સાથે માછીમારોને પણ ૨૬થી ૨૮ સુધી દરિયો ના ખેડવા માટે કડક શબ્દોમાં સૂચના આપવામાં આવી છે.
હવામાન વિભાગે અમદાવાદીઓ માટે આગાહી કરી છે કે, પવનોની ગતિ તેજ હોવાના કારણે આ આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, ગુજરાતના દરિયા કિનારામાં તેજ પવનથી પવનો ફૂંકાશે. દરિયા કિનારે ૪૦થી ૪૫ કિમીની ઝડપે પવન ફૂંકાશે.
જેથી આગામી ૨૬, ૨૭, ૨૮ મેના રોજ માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી આપવામાં આવી છે. સાથે આગામી ૫ દિવસ વરસાદની કોઈ આગાહી કરવામાં આવી નથી. પરંતુ ૪૨ ડિગ્રી તાપમાનમાં અમદાવાદ બરાબરનું શેકાશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



