બાપુનગરમાં બાળકીની સાથે યુવક દ્વારા જાતિય સતામણી

0
8

અમદાવાદ, તા.૫
શહેરમાં બાળકી સાથે અડપલાં તેમજ સૃષ્ટિ વિરુદ્ધનાં કૃત્ય આચરવાની ઘટના દિન પ્રતિદિન વધી રહી છે ત્યારે બાપુનગરમાં સાત વર્ષની બાળકી સાથે એક યુવક દ્વારા શારીરિક અડપલાં કરી જાતીય સતામણી કરવાનો કિસ્સો સામે આવતાં ભારે ચકચાર મચી ગઇ હતી. બાળકીની માતા દ્વારા સમગ્ર મામલે બાપુનગર પોલીસમથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે આખરે આરોપી યુવક હમીદની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી. ચકચારભર્યા આ કિસ્સાની પ્રાપ્ત વિગતો મુજબ, શહેરના બાપુનગર વિસ્તારના ગરીબનગર ચાર રસ્તા પાસે રહેતી એક ર૬ વર્ષીય પરિણીત મહિલાએ પાડોશમાં રહેતા એક ૪૦ વર્ષના યુવક વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં કરેલા આક્ષેપ પ્રમાણે મહિલા તેના બે પુત્રને લઇ રખિયાલ શાકમાર્કેટમાં શાકભાજી ખરીદવા માટે ગઇ હતી તે સમયે હમીદ હીકમ નામનો યુવક તેના ઘરે આવ્યો હતો. હમીદે મહિલાના ઘરમાં ઘૂસીને દરવાજો બંધ કરી દીધો હતો અને મહિલાની સાત વર્ષની પુત્રી સાથે અડપલાં કર્યાં હતાં. સમાજમાં બદનામી ના થાય તે ડરથી મહિલા અને તેના પતિએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી નહીં, પરંતુ ગઇકાલે હમીદ મહિલાના ઘરની આસપાસ આંટાફેરા કરતો હતો ત્યારે ભોગ બનનાર બાળકીએ તેને જોઇને બૂમાબૂમ કરી મૂકી હતી અને નાસી ગઇ હતી. આરોપી યુવકની હીન હરકતોથી સાવધ થઇ ગયેલ માતાએ આખરે વધુ ગંભીર ઘટના ઘટે તે પહેલાં જ બાપુનગર પોલીસમાં આરોપી યુવક વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી દીધી હતી. મહિલાની ફરિયાદના આધારે બાપુનગર પોલીસે આરોપી યુવક હમીદની ધરપકડ કરી લીધી હતી. પોલીસે સમગ્ર પ્રકરણની વધુ તપાસ જારી રાખી છે. જા કે, આ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી.
(સંપૂર્ણ સમાચાર સેવા)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY