અમદાવાદ,તા.૧
સરકારના અતિ મહત્વાકાંક્ષી એવા બુલેટ ટ્રેનમાં જમીન સંપાદન મામલે વિવાદ વધુને વધુ વકરી રહ્યો છે. એક તરફ સુરત જીલ્લાના અંતરોલી ગામના ૪ ખેડુતો જેઓએ પીટીશન કરી બુલેટ ટ્રેનના પ્રોજેક્ટ સામે વિરોધ નોધાવ્યો હતો તેઓ હવે તેમની પિટીશન પરત ખેચવા તૈયાર થયા છે. તેને લઈને બુલેટ ટ્રેનમાં ખેડુતો તરફી હાઈકોર્ટમાં કેસ લડી રહેલા એડવોકેટ આનંદ યાજ્ઞીકે સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. બુલેટ ટ્રેનને લઈને હાઈકોર્ટમાં ચાલી રહેલી સુનવણી હાલ ટળી છે વધુ સુનાવણી ગુરુવારે હાથ ધરાશે.
એડવોકેટ આનંદ યાજ્ઞીકે જણાવ્યું હતું કે સરકારી પ્રલોભન અને સરકારી દબાણને કારણે ખેડુતો પીછેહઠ કરવાના નથી. જા ૪ ખેડુતો તેમની પિટીશન પાછી ખેચે તો સામે નવા ૪૦ જેટલા ખેડુતોએ નવી પિટીશન કરી છે અને તેમાં હજુ વધુ ૨૦ પિટીશન અમે કરવા જઈ રહ્યા છે અને આ અઠવાડીયામાં કુલ ૨૦૦ જેટલી નવી પિટીશનો થશે. સરકાર પોતાના પ્રલોભનો અને દબાણ કરવાથી કઈ ફરક પડવાનો નથી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





