બુટલેગરની ધરપકડ અન્ય બે ફરાર દારૂ ભરેલી ગાડી રોકવા જતા બુટલેગરે પીએસઆઈ પર ગાડી ચઢાવી દીધી

0
13

વાપી,તા.૧
વાપી શહેરમાં એક દારૂ ભરેલી ગાડીને રોકવા જતાં બુટલેગરે પોલીસની ટીમ પર ગાડી ચડાવી દીધી હતી. આ ઘટનામાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર ગંભીર રીતે ઘાયલ થતાં તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
મળતી માહિતી પ્રમાણે પોલીસને બાતમી મળી હતી કે બુટલેગરો કારમાં દારૂની હેરાફેરી કરી રહ્યા છે. વાપીના રેલવે ઓવરબ્રિજ પાસે આ ઘટના બની હતી. આ ઘટનામાં એક બુટલેગરની ધરપકડ કરી લેવામાં આવી છે જ્યારે બે ફરાર થઈ ગયા છે.
બુટલેગરની ગાડીને રોકાવાનો ઈશારો કર્યા બાદ ગાડી રોકાઈ ન હતી અને બુટલેગરે કાર પોલીસની ટીમ પર ચડાવી દીધી હતી. ઘટનામાં પીએસઆઈ યુ.આર. ડામોર ગંભીર રીતે ઘાયલ થયા છે. તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
પોલીસ પર ગાડી ચડાવી દીધા બાદ કાર લઈને ભાગી રહેલા બુટલેગરે અન્ય ત્રણ વાહનોને પણ અડફેટે લીધા હતા. આ દરમિયાન પોલીસે બુટલેગરની પકડી પાડ્યો હતો, જ્યારે કારમાં સવાર અન્ય બે લોકો ફરાર થઈ ગયા છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY