વૃદ્ધ મહિલાના ઘરમાં ઘૂસી સોના-ચાંદીના દાગીના,રોકડ સહિતની ચોરી

0
17

અમદાવાદ,તા.૧૮
શહેરના પૂર્વ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી તસ્કરો તરખાટ મચાવી રહ્યા છે તો પોલીસ પણ તેમને પકડવામાં લાચાર બની છે. રવિવારે અમરાઇવાડી અને મણિનગરમાં થયેલી ચોરીનો ભેદ હજુ સુધી ઉકેલાયો નથી ત્યારે ગઇ કાલે તસ્કરોએ ઇસનપુરમાં એક વૃદ્ધ મહિલાના ઘરમાં ઘૂસીને સોના-ચાંદીના દાગીના અને રોક્ડ સહિત ચાર લાખ રૂપિયાના મુદ્દામાલની ચોરી કરી છે.
ઇસનપુર વિસ્તારમાં આવેલ જયકૃષ્ણ સોસાયટીમાં રહેતા ૬ર વર્ષીય અરુણાબહેન દેસાઇએ ઇસનપુર પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ કરી છે. અરુણાબેનના પતિનું બે મહિના પહેલાં મૃત્યુ થતાં તેઓ હાલ તેમના ઘરમાં એકલવાયું જીવન જીવે છે.
બે દિવસ પહેલાં અરુણાબહેન તેમની પુત્રી અને જમાઇના ઘરે ગયા હતા ત્યારે તસ્કરોએ તેમના ઘરમાં ઘૂસીને સોના-ચાંદીના દાગીના અને રોક્ડ રકમની ચોરી કરી હતી. ગઇ કાલે સવારે અરુણાબહેનના ઘરે જમાઇ અને પુત્રી વોશિંગ મશીનની ડિલિવરી આવી છે કે નહીં તે ચેક કરવા માટે ગયા હતા.
બન્ને જણા ઘરે પહોંચ્યા ત્યારે જાળીનો દરવાજા તૂટેલો હતો અને ઘરનો સમાન અસ્તવ્યસ્ત હતો. અરુણાબહેનના જમાઇએ આ મામલે ઇસનપુર પોલીસને જાણ કરી હતી. ઇસનપુર પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી અને તસ્કરો વિરુદ્ધમાં ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY