રાજકોટમાં રૂ. બે કરોડમાં બે બાજુ મો ધરાવતો સાપ વેચતા ઝડપાયા બે ઝડપાયા

0
89

રાજકોટ,તા.૧૮
વાઇલ્ડ લાઇફ ક્રાઇમ કન્ટ્રોલ બ્યૂરોને રાજકોટમાં બે લોકોની ઘરક અમુક લોકો ગેરકાયદેસર પ્રાણીઓની તસકરી કરતી હોવાની બાતમી મળી હતી. જે બાદ બે શખ્સની સાપનાં વેચાણનાં સોદા કરતાં સમયે ધરપકડ થઇ ગઇ છે. સામાન્ય કિંમતમાં ગેરકાયદેસર રીતે વેચાણ થતા બંને બાજુમો ધરાવતો સાપનો બે કરોડ રૂપિયામાં સોદો કર્યો હતો. સાપની ડિલિવરી આપવા માટે રાજકોટમાં મુંબઇના ગ્રાહકોને બોલાવ્યા હતા. આ સમયે વાઇલ્ડ લાઇફ ક્રાઇમ કન્ટ્રોલ બ્યૂરોની ટીમે સાપ વેચવા આવેલા બન્ને શખ્સની વાઇલ્ડ લાઇફ એક્ટ હેઠળ ધરપકડ કરી સ્ટેટ ફોરેસ્ટને સોંપ્યા હતા.
મુંબઇની વાઇલ્ડ લાઇફ ક્રાઇમ કન્ટ્રોલની ટીમે રાજ્યની ફોરેસ્ટની ટીમને જાણ કરી અને સાથે રાખી હતી. સાપની ડિલિવરી આપવા આવેલા મોટાદડવા ગામના ૨૩ વર્ષિય મકવાણા લાલજી ઉકા અને ૨૪ વર્ષિય જીવાપર ગામના સાકરિયા હરેશ ભૂપતની સાપ સાથે ધરપકડ કરી છે.
રાજ્ય સરકારે જિલ્લા અને તાલુકા સ્તર પર ફોરેસ્ટો અને વનવિભાગના અધિકારીઓની નિમણૂક કરી છે. આ અધિકારીઓની જાણ બહાર રાજકોટ સહિત રાજ્યમાંથી મોટા પ્રમાણમાં પશુ, પક્ષી અને સરીરસૃપોની દાણચોરી થાય છે. વાઇલ્ડ લાઇફ ક્રાઇમ કન્ટ્રોલ બ્યૂરોની ટીમે મુંબઇથી આવી સાપ વેચનારની ધરપકડ કરી છે અને સ્થાનિક ફોરેસ્ટની ટીમને જાણ પણ થઇ નથી.
બન્ને બાજુ મોં ધરાવતો સાપ (રેડ સેન્ડ બોઆ) દાણચોરી માટે હોટ ફેવરિટ છે. આ સાપની ચામડીમાંથી પર્સ સહિતની વસ્તુઓ બને છે. દાણચોરો આ સાપ ૩૦થી ૩૫ હજાર રૂપિયામાં ખરીદી કરતા હોય છે. ભારતમાં આ સાપનું વેચાણ કરવા પર પ્રતિબંધ છે. આમ છતાં મોટા પ્રમાણમાં તેની દાણચોરી થાય છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY