રાજસ્થાન સરકારે આસારામ પાછળ રૂ ૭.૨૫ કરોડ વાપર્યા…!!

0
79

જોધપુર,તા.૨૫
રાજસ્થાન સરકારે આસારામ પાછળ અત્યાર સુંધીમાં ૭.૨૫ કરોડ રૂપિયા વાપર્યા છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે, રાજસ્થાન સરકારે છેલ્લા ૫૨ મહિનામા આસારામની સલામતી માટે આટલા પૈસા વાપર્યા છે. બુધવારે જાધપુર કોર્ટે આસારામને યૌન શોષણ કેસમાં દોષિત જાહેર કરી આજીવન કેદની સજા સંભળાવી હતી. કિશોરી પર દુષ્કર્મ કરવાના આરોપમાં આ સજા સંભળાવવામાં આવી હતી. કહેવાતા સંતની સુરક્ષા માટે સરકારે અધધ રૂ ૭.૨૫ કરોડ વાપર્યા છે.
વિશેષ કોર્ટમાં સુનાવણી સમયે ૪૦ સુરક્ષાકર્મીઓની ટીમ દ્વારા આસારામને લઇ જવામાં આવતો હતો. આસારામની સુરક્ષામાં સિનિયર અધિકારીઓનો પણ સમાવેશ થતો હતો. આસારામને કોર્ટમાં લઇ જવામાં આવે એ પહેલા ૨૦ પોલીસ કોન્સ્ટેબલ કોર્ટમાં પહોંચી જતા હતા અને બધી સુરક્ષાની ચકાસણી કરતા હતા. આ સિવાય ૨૦ પોલીસક્રમીઓ આસારામની સાથે જ વાહનમાં તૈનાત રહેતા હતા.
જા સામાન્ય માણસ તેની સલામતી માટે એક પોલીસ કોન્સ્ટેલબલને રાખે તો તેનો ચાર્જ એક દિવસનો રૂપિયા ૩૦૦૦ છે. આસારામને વર્ષમાં ૧૦૦ વખત સુનાવણી માટે હાજર રહેવુ પડતું હતુ. જા આ ગણતરી કરવામાં આવે તો, આસારામ પાછળ વર્ષે ૧.૫૦ કરોડનો ખર્ચ થતો હતો. આ કેસ પાંચ વર્ષથી ચાલે છે એટલે આસારામની સલામતી પાછળ રૂ. ૭.૨૫ કરોડનો ખર્ચ જેટલો થાય છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY