‘પીડિત કિશોરીનું નિવેદન આસારામને પકડવામાં મહત્વનું સાબિત થયું’

0
26

જોધપુરના નાયબ પોલીસ કમિશ્નર અજય પાલ લાંબાએ કહ્યું,
ન્યુ દિલ્હી,તા.૨૫
આજે જ્યારે જોધપુર કોર્ટે આસારામને યૌનશોષણ કેસમાં દોષિત જાહેર કર્યો છે ત્યારે આ કેસના શરૂઆતના તપાસ અધિકારી જાધપુરના નાયબ પોલિસ કમિશ્નર અજય પાલ લાંબાએ જણાવ્યુ કે, આ કેસમાં પીડિત કિશોરીના નિવેદને મહત્વની ભૂમિકા ભજવી હતી.
આ યૌન શોષણ કેસમાં ઓગષ્ટ ૨૦૧૩માં પોલિસે આસારામની મધ્ય પ્રદેશના ઇન્દોરથી ધરપકડ કરી હતી. જોધપુર પોલીસ માટે આ એક મોટી સફળતા હતી. ચાર દિવસના પોલિસ રિમાન્ડ બાદ આસારામને જોધપુર જેલમાં ધકેલવામાં આવ્યો હતો. આસારામને જેલના સળિયા પાછળ ધકેલવામાં પોલીસ અધિકારી અજય પાલ લાંબાની રાહબરી હેઠળની સઘન તપાસ અને યોગ્ય પ્લાનીંગ મુખ્ય કારણભૂત સાબિત થઇ.
લાંબાએ જણાવ્યુ કે, આસારામની ધરપકડ કરવી એ ખુબ કઠીન કામ હતુ. પણ એક વખત આરોપો સાબિત કરતા પુરાવા મળ્યા અને યોગ્ય પ્લાનિંગને કારણે આસારામની ધરપકડ કરવામાં સફળતા મળી. આ કેસમાં ઘણી અડચણો હતી. આસારામની લોકપ્રિયતા ટોચ પર હતી. તેના અંધભક્તોની સંખ્યા આખા દેશમાં હતી. આવા સમયે આસારામની બીજા રાજ્યમાંથી ધરપકડ કરવી એ એક મોટો પકડાર હતો. આ કેસમાં સૌથી મહત્વનો પુરાવો પીડિત કિશોરીનું નિવેદન હતું. અમને આ નિવેદનને સપોર્ટ કરતા પુરાવા મળ્યા અને આ કારણે આસારામ સામેનો કેસ મજબુત બન્યો. આ કારણે આસારામની ધરપકડ થઇ શકી અને જોધપુર પોલિસને મોટી સફળતા મળી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY