કારખાનામાંથી ૨૦ ડીવાઈસ ચોરાયા
સુરત, તા. ૮
શહેરમાં ચોરીના બનેલા ત્રણ બનાવમાં રૂપિયા ૧,૫૩,૦૦૦ની મતા ચોરાઈ હતી.
પ્રથમ બનાવમાં એ.કે. રોડ અજન્ટા ડાયમંડની એમ્બ્રોઈડરી કારખાનામાંથી અજાણ્યા તસ્કરો રૂપિયા એક લાખની કિંમત ૨૦ નંગ ડિવાઈસની ચોરી કરી ગયા હતા બનાવ અંગે કારખાના માલિક તેજસ રવજી સમધારાએ વરાછા પોલીસï સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી.
બીજા બનાવમાં ઘોડદોડ રોડ સિટી બેન્કની સામે આવેલ ચેર હેર એન્ડ બ્યુટી લોન્જમાંથી અજાણ્યા યુવક રોકડા રૂપિયા ૩૧,૫૦૦ની ચોરી કરી ગયો હતો. બનાવ અંગે સાવન મુકેશભાઈ ઝાલાએ ઉમરા પોલીસ સ્ટેશને ફરિયાદ નોîધાવી હતી.
ત્રીજા બનાવમાં કનકમુરદ સાઈનાથ સોસાયટી ઘર નં. ૨૬૬માંથી અજાણ્યો ઈસમ સોના-ચાંદીના દાગીના મળી કુલ્લે રૂપિયા ૨૨,૦૦૦ની મતા ચોરી કરી ગયો હતો. આ બનાવ અંગે ઘરમાલિક વિજયભાઈ દિનકરભાઈ ગોટનïકરે સચીન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




