બોલિવૂડમાં આજેય સ્ટાર સિસ્ટમ મુખ્ય : મહિલા ડાયરેક્ટર સોનાલી બોઝ

0
22

મુંબઈ,તા.૨૯
મહિલા ફિલ્મ સર્જક સોનાલી બોઝે કહ્યું હતું કે બોલિવૂડમાં આજે પણ સ્ટાર સિસ્ટ્‌મ એટલી પાવરફૂલ છે કે નાનકડી ફિલ્મ બનાવવી હોય તો મુશ્કેલી પડી જાય. ફરહાન અખ્તર અને પ્રિયંકા ચોપરાને લઇને ધ સ્કાય ઇઝ પિન્ક જેવી ફિલ્મ બનાવી રહેલી સોનાલીએ કહ્યું હતું કે મારી ફિલ્મમાં બંને ટોચના કલાકાર હોવાથી ઓડિયન્સનું ધ્યાન મારી ફિલ્મ તરફ જરૃર ખેંચાશે.
૫૩ વર્ષની સોનાલીએ કહ્યું કે આજે આટલાં વરસો પછી પણ બોલિવૂડ સ્ટાર ડ્રીવન ઉદ્યોગ જ રહ્યો છે એ કમનસીબ ઘટના ગણાય. સ્ટાર ન હોય એવી નાની ફિલ્મો તરફ કોઇનું ધ્યાન પડતું નથી. સ્ટાર સિસ્ટમ હવે નષ્ટ થવી જાઇએ એમ હું માનું છું. ‘અમુ કે માર્ગારિટા વીથ અ સ્ટ્રો જેવી નાનકડા બજેટની ફિલ્મોને લેવા કોઇ મોટા વિતરકો કે સ્ટુડિયો તૈયાર નથી કારણ કે એમાં કોઇ સ્ટાર નથી.
જા કે હું સદૈવ નિષ્ફળ થવાની માનસિક તૈયારી સાથે કામ કરતી રહી છું એટલે મને બહુ ફેર પડતો નથી’ એમ આ નેશનલ એવોર્ડ વિજેતા ડાયરેક્ટરે કહ્યું હતું. તેમણે કહ્યું કે હું કદી બોક્સ આૅફિસના આંકડાને મહ¥વ આપતી નથી. મને ગમે એ વાર્તા લઇને ફિલ્મ બનાવું છું.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY