ન્યુ દિલ્હી,
ઈરાનના રાષ્ટÙપતિ હસન રૂહાની ભારતની ૩ દિવસની મુલાકાતે હતા. શનિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રૂહાની વચ્ચે હૈદરાબાદ હાઉસમાં ડેલિગેશન લેવલની વાતચીત થઇ. આ મીટિંગ પછી બંને દેશો વચ્ચે સુરક્ષા, વેપાર અને ઊર્જા સહિત ૯ કરારો પર સંમતિ સધાઇ. સંયુક્ત નિવેદનમાં મોદીએ કÌšં, “ચાબહાર પોર્ટને ડેવલપ કરવા માટે લીડરશીપ આપવા પર હું ઇરાનનો આભાર માનું છું. ચાબહાર ગેટવે માટે ભારત સહયોગ આપશે.” આ પહેલા રૂહાની રાષ્ટÙપતિ રામનાથ કોવિંદ અને સુષ્મા સ્વરાજને પણ મળ્યા. રાષ્ટÙપતિ ભવનમાં તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું. તેમણે રાજઘાટ જઇને મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ પણ આપી.
સંયુક્ત નિવેદનમાં નરેન્દ્ર મોદીએ કÌšં, “હું ૨૦૧૬માં તહેરાન ગયો હતો અને હવે જ્યારે તમે (રૂહાની) અહીંયા આવ્યા છો, તો તેનાથી આપણા સંબંધો ગાઢ અને મજબૂત બન્યા છે.””બંને દેશ પાડોશી અફઘાનિસ્તાનને સુરક્ષિત અને સમૃદ્ધ જાવા માંગે છે. અમે અમારા પાડોશીઓને આતંકથી મુક્ત જાવા માંગીએ છીએ.”
ત્યારબાદ રૂહાનીએ પોતાની વાત કહી. તેમણે કÌšં, “અમને ભારત સરકાર પાસેથી ઘણો પ્રેમ મળ્યો અને તે માટે હું અહીંના લોકો અને સરકારનો આભાર માનું છું. બંને દેશનો સંબંધ વેપાર અને કારોબાર કરતા ઘણા આગળ છે. તે ઇતિહાસ સાથે જાડાયેલો છે. પરિવર્તન અને અર્થવ્યવસ્થા આ બે મહત્વપૂર્ણ મુદ્દાઓ પર અમારો અભિપ્રાય એક જ છે. અમે બંને દેશો વચ્ચે રેલવે સંબંધો પણ શરૂ કરવા માંગીએ છીએ. બંને દેશ ચાબહાર પોર્ટના વિકાસમાં પણ સામેલ છે.”
રૂહાની શુક્રવારે હૈદરાબાદ મક્કા મÂસ્જદમાં નમાજ અદા કરવા માટે પહોંચ્યા હતા. ત્યારબાદ તેમણે કÌšં હતું કે ઇરાનનું ચાબહાર બંદરગાહ ભારત માટે (પાકિસ્તાનમાંથી પસાર થયા વગર) ઇરાન અને અફઘાનિસ્તાન, મધ્ય એશિયાઇ દેશો સાથે યુરોપ સુધી ટ્રાÂન્ઝટ રૂટ ખોલશે.
ભારત અને ઇરાન વચ્ચે આ ૯ કરાર
૧. ડબલ ટેક્સેશન અને ટેક્સ સેવિંગ માટે પૈસા બહાર મોકલવા રોકવા માટે કરાર
૨. ડિપ્લોમેટિક પાસ્ટપોર્ટધારકોને વીઝામાં છૂટ માટે એમઓયુ
૩. એક્સ્ટ્રાડીશન ટ્રીટી (પ્રત્યાર્પણ સંધિ) લાગુ કરવા માટે કરાર
૪. ચાબહાર પોર્ટના પહેલા ફેઝ માટે કરાર
૫. ટ્રેડિશનલ સિસ્ટમ અને મેડિસિનમાં સહયોગ માટે કરાર
૬. પરસ્પર વેપાર વધારવા માટે કરાર
૭. એગ્રીકલ્ચર અને તે સાથે જાડાયેલા સેક્ટરમાં સહયોગ માટે કરાર
૮. સ્વાસ્થ્ય-દવાઓના ક્ષેત્રમાં સહયોગ વધારવા માટે કરાર
૯. પોસ્ટલ સહયોગ માટે એમઓયુ
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"