એક સાથે ત્રણ ગાયોના મૃતદેહ મળતા ગૌપાલકોમાં અરેરાટી વ્યાપી

0
77

બોરસદ,
તા.૨/૪/૨૦૧૮

પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ જાણી શકાશે

બોરસદ શહેરના વાસદ ચોકડી વિસ્તારમાં આવેલી વૃંદાવન સોસાયટી, વ્હોરા સોસાયટી અને સરદાર શોપિંગ સેન્ટર પાસે શનિવારના મોડી રાત્રે ૩ ગાયોને કોઇ શખ્સ દ્વારા ઝેરી દવા આપી હોવાથી મૂર્છિત અવસ્થામાં પડી હોવાની બાતમી મળતા બોરસદ પોલીસ ઘટના સ્થળે પહોચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બોરસદ ગોપાલક સોસાયટીમાં રહેતા મનોજભાઈ રબારીએ શનિવાર રાત્રે બોરસદ પોલીસને જાણ કરતા જણાવ્યું હતું કે,મારી માલિકીની એક ગાય અને મારા કાકાની બે ગાયોને વાસદ ચોકડી વિસ્તારમાં અલગ-અલગ જગ્યાએ કોઇ શખ્સ દ્વારા ઝેરી દવા આપવામાં આવતા મૂર્છિત હાલતમાં પડી છે.

જેને લઇ બોરસદ પોલીસ તત્કાલ ઘટના સ્થળ પર પહોંચી.તપાસ હાથે ધરતા જાણવા મળ્યું કે, બે ગાયોનું મૃત્યુ ઘટના સ્થળે થવા પામ્યું હતું.અને એક ગાયની હાલત ગંભીર જણાતા તેની વધુ સારવાર અર્થે વેટનરિ હોસ્પટલ ખાતે મોકલવામાં આવી હતી. જ્યાં રવિવારે મોડી સાંજે તેનું મૃત્યુ નીપજ્યું હતું. જેને લઇ પોલીસે ત્રણેય મૃત ગાયોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધી હતી. જા કે, ગાયોનું મોત ક્્યાં કારણોસર થયું છે. તે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ જાણી શકાશે. બોરસદ શહેરમાં એકા-એક ત્રણ ગાયો મૃત્યુ નીપજતાં ગૌપાલકોમાં હાહાકાર મચી જવા પામ્યો હતો. હાલ બોરસદ પોલીસે પરિસ્થતિ બગડે નહિ તે માટે પોલીસ દ્વારા રાત્રી દરમિયાન જ તપાસનો ધમધમાટ તેજ કરી દીધો હતો. બીજી તરફ પોસ્ટમોર્ટમની રાહ જાવાઈ રહી છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY