વલસાડ,
તા.૨/૪/૨૦૧૮
ગાંધીધામ એક્સ. અટકાવાઈ
મળતી માહિતી અનુસાર, કચ્છ ગાંધીધામ અક્સપ્રેસ ટ્રેનના એસ૨ કોચમાં પાસ હોલ્ડર અને મુસાફરો વચ્ચે બબાલ થઈ હતી. ત્યારબાદ ટ્રેનને વશિયર પાસે અટકાવી દેવામાં આવી છે. મુસાફરો દ્વારા પાસ હોલ્ડરોને ઉતારી દેવાની માંગ કરવામાં આવી છે.
કચ્છથી મુંબઈ તરફ જતી ગાંધીધામ એક્સપ્રેસમાં પાસ હોલ્ડરો અને મુસાફરો વચ્ચે અવાર નવાર બબાલ સર્જાતી રહે છે. દરમિયાન સોમવારે પાસ હોલ્ડરો અને મુસાફરો વચ્ચે બબાલ સર્જાઈ હતી. જેમાં પાસ હોલ્ડરોને ઉતારી દેવાની માંગ કરી ટ્રેન અટકાવી દેવામાં આવી હતી. આ અગાઉ પણ વલસાડ રેલવે સ્ટેશન પર પાસ હોલ્ડરોને ઉતારી દેવામાં આવ્યા હતા. ત્યારે પાસ હોલ્ડરોએ સ્ટેશન માસ્તરને ફરિયાદ કરી વૈકલ્પક રસ્તો કાઢવા રજૂઆત કરી હતી.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"