નાંદોદ તાલુકામાં બે અલગ અલગ અકસ્માત માં બેના  મોત

0
104

રાજપીપલા:નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ગોપાલપુર અને લીમટવાળા પાસે થયેલાં અકસ્માતોમાં બે વ્યક્તિના મોત  થયા છે

પ્રાપ્ત માહિતી અનુસાર રાજપીપલા પોલીસની હદમાં આવેલા ગોપાલપુરા ગામના બસ સ્ટેન્ડ પાસે ગતરોજ એક અજાણ્યાં  બાઇક  ચાલકે પોતની  બાઈક પૂરપાટ હંકારતા સામે આવતી દિલીપ ઉબાડિયાભાઈ ચૌધરી (રહે, કૉલખડી, જિ.સુરત )ની  બાઇક નં. જી જે 19 એ એલ 2134 ને અડફેટે  લેતા દિલીપભાઈ બાઈક પર થી ફંગોળાઈ  જતા એમને  માથામાં ગંભીર  ઈજાઓ થતા તેમનું મોત  થયું હતું

ત્યારબાદ બીજો અકસ્માત લીમટવાળા કેનાલ પાસે થયો જેમાં પણ કોઈ અજાણ્યો વાહન ચાલાક પૂર ઝડપે આવતા ધર્મેન્દ્રભાઈ સેની ના દીકરા અનિલભાઈ સેની ( રહે. હરિપુરા જિ. છોટાઉદેપુર )ની બાઈક નં. જી જે 34 ડી 0438 ને ટક્કર મારતા અનિલ નું ઘટના સ્થળે મોત થયું હતું આમ રાજપીપલા પોલીસની હદમાં બે અકસ્માત મા બે વ્યક્તિના મોત  થતા પોલીસે ગુનો નોંધી તપાસ  હાથ ધરી છે.

ચીફ  રિપોર્ટર, નર્મદા, ભરત શાહ, મો.નં. 9408975050

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY