વરાછામાં ટ્રાફિકને અડચણરૂપ બાઈક ટોઈંગ વાને ઊંચકતા પોલીસ કર્મી સાથે મારામારી કરતો વાહનમાલિક !!

0
110

વરાછારોડ ઉપર ગીતાંજલી પોઈન્ટ પાસે ટ્રાફિક ને અડચણરૂપ બનેલી એક બાઈકને ટ્રાફિક પોલીસ ક્રેઈન દ્વારા ઉચકી રહ્યા હતા. એ સમયે બાઈકનો મીટર વાયર તુટી ગયો હતો, જેના પગલે બાઈકના ચાલકે પોલીસ કર્મચારી સાથે જીભાજોડી કરીને બે લાફા ઝીંકી દીધા હતા. આ બનાવ અંગે પોલીસકર્મીએ ઘર્ષણ કરનાર યુવાન વિરુધ્ધ વરાછા પોલીસ મથકે ફરજમાં રૂકાવટ કરવા અંગે ફરિયાદ નોંધાવી હતી. વરાછા પોલીસના જણાવ્યા મુજબ વરાછા ટ્રાફિક સેકટર ના હે.કો.દીલીપ રામસીંગ ગઈકાલે ક્રેઈન ઉપર ફરજ બજાવી રહ્યા હતા. ત્યારે જૂની ગીતાંજલી પોઈન્ટ પાસેના ગોડાઉન રોડ ઉપર બાઈક (જી.જે.૫-એચ.ઈ-૨૫૪૪) પડી હતી. જેને ક્રેઈન દ્વારા ઉઠાવી રહ્યા હતા. દરમિયાન બાઈકનો મીટર વાયર તુટી ગયો હોવાનો મયંક ભાઈલાલ પટેલ એ આક્ષેપ કર્યો હતો. અને પોલીસ સાથે અણ છાજતું વર્તન કર્યુ હતુ. તેમજ પોલીસકર્મી દીલીપ રામસિંગને બિભત્સ ગાળો આપી બે લાફા મારી દીધા હતા. આ બનાવ અંગે વરાછા પોલીસે ગુનો નોંધી મયંક પટેલ વિરૂઘ્ધ કાર્યવાહી હાથ ધરી હતી.અત્રે એ ઉલ્લેખનીય છે કે વરાછા વિસ્તારમાં ટ્રાફિકના મુદ્દે વારંવાર પોલીસ સાથે ઘર્ષણ થાય છે.જે અનિચ્છનીય છે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY