અંકલેશ્વર જી,આઈ,ડી,સી. માં થયેલ રૂપિયા ૩.૫૦ કરોડ ની લૂંટનો ભેદ ગણતરી ના દિવસો માં ઉકેલતી પોલીસ

0
2148

બનાવની મળતી માહિતી મુજબ ૨૮/૦૪/૨૦૧૮ ની રાત્રીના કલાક ૦૦.૩૦ વાગ્યાના અરસા મા ચાર અજાણ્યા ઈસમોએ મારૂતિ સુઝુકી અર્ટિગા ગાડીમા આવી અંકલેશ્વર જી.આઇ.ડી.સી પોલીસ સ્ટેશન વિસ્તારમા ગુરૂક્રુપા સોસાયટીમા રહેતા મનસુખ નારણ રાદડીયાના ઘરમા પ્રવેશ કરી મનસુખ તથા તેમની પત્ની શિતલ અને પુત્ર નીલ ઉ.વ. ૯ ને બંધક બનાવી નાની ગન-બંદુક જેવુ હથીયાર શિતલ લમણે મુકી તેઓના મોઢા હાથ પગ બાંધી, ક્લોરોફોર્મ સુંઘાડી ફરીયાદીના ઘરમાં મુકેલા આશરે રૂ . ૩,૫૦,૦૦,૦૦૦/- રૂપીયા સાડા ત્રણ કરોડ જેટલી માતબર રકમની લુંટ કરી અર્ટિગા ગાડીમાં નાસી છુટ્યા હતા.બનાવ અંગેનો ગુનાની ફરીયાદ મનસુખ રાદડીયાનાઓએ અંકલેશ્વર જી.આઇ.ડી.સી પો.સ્ટે ફર્સ્ટ ગુ.ર.નં- ૫૮/૨૦૧૮ ઇ.પી.કો કલમ ૩૯૭, ૩૯૪, ૩૯૨, ૪૫૨, ૪૫૦, ૩૪૨, ૩૨૮ ,તથા આર્મ્સ એક્ટ કલમ ૨૫ (૧-બી ) એ, જી.પી.એક્ટ ૧૩૫ મુજબનો ગુનો દાખલ કર્યો હતો.

ગુનો ગંભીર હોઈ ભરૂચ જિલ્લાના પોલીસ અધિક્ષક સંદીપસિંગ ના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી પોલીસ ઇંસ્પેક્ટર સુનીલ તરડે તથા એસ.ઓજી.પી.આઇ પી.એન.પટેલ અંકલેશ્વર જી.આઇ.ડી.સી પી.આઈ આર.કે.ધુલીયા તથા પોલીસ માણસોની અલગ અલગ ટીમો બનાવી વિવીધ દિશામાં ગુનો શોધી કાઢવા કવાયત હાથ ધરી હતી.

બનાવ વાળી જગ્યાની ભરૂચ જિલ્લા એસ.પી દ્રારા વિઝીટ કરવામાં આવતાં મકાનના ઉપરના ભાગમાં આવેલ રૂમમાં એક ઈસમ ભાડે એકલો રહેતો હોવાનું જણાઈ આવેલ તેની પણ તાપસ કરવાની સૂચના આપવામાં આવેલ હતી.આ ઉપરાંત પ્રાથમિક પૂછપરછ માં ફરિયાદીની પત્ની શીતલ તથા તેના દીકરાની પૂછપરછ માં શીતલને પણ લૂંટારૂઓ દ્રારા બેહોશ કરવામાં આવેલ હતી તે બાબતે અલગ અલગ જવાબ હોઈ આ અંગે બન્ને દિશામાં તપાસ કરતાં ફરીયાદી ની પત્નીની કડક રીતે પૂછપરછ કરતાં તે ભાંગી પડી હતી અને પોલીસ ને જણાવ્યું હતું કે તેનો તેના પતિ સાથે અણબનાવ ચાલતો હોઈ તેના કારણે તેના મકાનમાં ઉપરના મકાનમાં રહેતાં લિંગપ્પા શીના સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો અને પતિ સાથે સતત અણબનાવ રહેતા હોઈ મનસુખને બરબાદ કરી નાખવા અને તેને સબક શીખડાવવા માટે શિતલે લિંગપ્પાને પોતાના ઘરમા પતિ દ્વારા એકત્રીત કરી થેલાઓ માં મુકવામા આવેલ રૂપીયા લુંટ કરી જવા સારૂ ટીપ આપી રૂપીયા મુકવાની જગ્યા બતાવી હતી. આ અંગે પોલીસે આરોપી લિંગપ્પા શિનાની પુછપરછ હાથ ધરી હતી જેમાં લિંગપ્પાએ સમગ્ર વિગતો સીલસીલાબંધ જણાવી હતી.

મનસુખ ના ઘરમાં મુકેલા રોકડા રૂપિયા ની લૂંટને અંજામ આપવા માટે લિંગપ્પા નાયર સાલીયન
S/O સંજીવા બંગેરા રહે,કુડુરસ્થે હાઉસ ,પોસ્ટ,હોકાડીકોડુ ગામ અરંબડી,તા.બેલથનગડી હાલ માધુપલ સાઇટ હાઉસ, મડુર કોટેકર ,મેંગલોરને તે મેંગલોરમાં મળ્યો હતો આરોપી નારાયના સાલીયન અંડર વર્લ્ડ સાથે સંકળાયેલ અને ૦૨ (બે) ખુન તથા ૦૭ ( સાત ) ખુનની કોશીષ અને ખંડણી જેવા અસંખ્ય ગુનાઓમા સંડોવાયેલ છે.

જેને લિંગપ્પા એ મનસુખના ઘરમાંથી રૂપીયાની લુંટ કરી લઇ જવા અને તે રૂપીયામાંથી પોતાને ભાગ આપવા જણાવ્યુ હતુ, આરોપી નારાયના સાલીયેને લિંગપ્પાને રાકેશ ડિસોઝાનો પરીચય કરાવ્યો હતો. રાકેશ ડિસોઝા પણ ડુપ્લીકેટ આર.સી.બુક બનાવવાના ગુનામા પકડાયેલો છે તથા ખંડણીના ગુનામા વોંટેડ છે જે રાકેશ ડિસોઝા સાથે લિંગપ્પાએ લુંટનુ પ્લાનીંગ મેંગલોરમા કર્યુ હતુ જે મુજબ આરોપી (૧) રાકેશ બોનીફાસ ડિસોઝા S/O માર્ક એડવીન ડિસોઝા રહેવાસી- 17-4—171/2 ડ્રેસીના સોમીનરી, જેપ્પુ ક્રોસ, દક્ષીણ કન્ન્ડા, કનકનાડી કર્ણાટકા ૫૭૫૦૦૨ તેની સાથે ત્રણ આરોપીઓને આર્ટિગા ગાડીમા મેંગલોરથી વાયા ગોવા થઇ લઇ આવી રૂ. સાડાત્રણ કરોડની લુંટ કરી અર્ટિગા ગાડીમા નાસી છુટ્યા હતા આરોપીઓને અંકલેશ્વર લુંટ કરવા આવવા જવા માટે નારાયનાએ ગોવાના વાહનોના બ્રોકર અશોકબાલા પાંઢરેકર રહેવાસી- મકાન નં- ૭૨, માળવા મારગામ ગોવા દ્વારા રૂ. એક લાખનુ ભાડુ નક્કી કરી અર્ટિગા ગાડી ભાડે કરી આપી હતી. પ્લાનીંગ મુજબ લુંટના ત્રણ દિવસ પર આરોપીઓ અર્ટિગા ગાડીમાં ગોવાથી નીકળી કીમ આવી હોટલ “ કીમ પેલેસ “મા રોકાયા હતા આરોપી લિંગપ્પાએ આરોપીઓને ફરીયાદીના ઘરની રેકી પણ કરાવી હતી, આરોપીઓએ કોમ્યુનીકેશન કરવા માટે ચાલાકી પુર્વક લોકેશન ના આવે તે માટે વોકી ટોકી સેટનો ઉપયોગ કર્યો હતો, અને પ્લાન મુજબ આરોપીઓ ફરીયાદીની પત્ની દ્વારા પોતાના ઘરનો દરવાજો ખુલ્લા મુકવામા આવેલ ઘરમા પ્રવેશી ફરીયાદીને ક્લોરોફોર્મ સુંઘાડી બેહોશ કરેલ તથા શીતલે બેહોશ થવાનુ નાટક કરેલ અને તેના પુત્રને આરોપીઓનો ભય બતાવી ઉંઘાડી રાખેલ અને ફરીયાદીની પત્નીની મદદથી રોકડા રૂપીયાની લુંટને અંજામ આપ્યા પછી રોકડા રૂપીયા ભરેલા થેલાઓ અર્ટિગા ગાડીમા નાંખી લઇ જઇ અંકલેશ્વરથી મુંબઇ જઇ અલગ અલગ થઇ ગયા હતા. તપાસ દરમ્યાન એકત્રીત કરવામા આવેલ વિગતો આધારે આર.આર.સેલ. ના પોસ.ઇ ઝાલા તથા પોલીસ માણસોની ટીમ મેંગ્લોર તરફ અને એલ.સી.બી.ના પો.સ.ઇ. શ્ કે.જે.ધડુક તથા પો.સ.ઇ એ.એસ. ચૌહાણ તથા પોલીસ માણસોની અલગ અલગ ટીમો ગોવા તરફ રવાના કરવામા આવેલ હતી. પોલીસ ટીમોના મહેનતપુર્ણ અને અથાગ પ્રયત્નો, અને ટેકનીકલ સર્વેલંસ દ્વારા દિલધડક લુંટને અંજામ આપનાર આરોપી (૧) રાકેશ બોનીફાસ ડિ સોઝા S/O માર્ક એડવીન ડિ સોઝા રહેવાસી- 17-4—171/2 ડ્રેસીના સોમીનરી, જેપ્પુ ક્રોસ, દક્ષીણ કન્ન્ડા , કનકનાડી કર્ણાટકાનો ગોવાથી મળી આવેલ હતો જેની કડકાઇ ભરી તપાસ પુછપરછ દરમ્યાન તેણે આ ગુનાને અંજામ આપનાર તેના સાથીદાર આરોપીઓ (૨) મહંમદ સાદીક યુસુફ રહેવાસી- મેંગ્લોર ઉલાલા ધર્મનગર બુટ્ટુ તા.જી. મેંગ્લોર (કર્ણાટક) તથા (૩) અબ્દુલ હમીદ રહેવાસી- મેંગ્લોર કર્નાટકા, (૪) મોહમદ આસિફ એ.એમ. બસીર રહેવાસી- ૧-૭૫-૧, મલ્લુર મેંગ્લોર દક્ષીણ કન્નાડનાઓ હોવાનુ જણાવેલ હતુ જે આરોપીઓ પૈકી આરોપી નં- ૨ મહંમદ સાદીક યુસુફને અને અર્ટિગા ગાડીના બ્રોકર આરોપી (૩) અશોક બાલા પાંઢરેકર રહેવાસી માલબટ, સાંઇબાબા મંદિર પાસે માર્ગર ગોવા જિ.-સાઉથ ગોવા, ગોવાને પોલીસ ટીમે આરોપી રાકેશ ડિસોઝાને સાથે રાખી શોધી કાઢ્યો હતો અને આરોપીઓ રાકેશ ડિસોઝા અને મહંમદ સાદીકની ઉંડાણપુર્વકની તપાસ પુછપરછ કરી આ ગુનાનો લુંટનો મુદ્દામાલ રોકડા રૂ. ૨,૦૪,૦૦,૦૦૦/- ( રૂપીયા બે કરોડ ચાર લાખ ) તથા (૨) અર્ટિગા ગાડી GA-8M-2426 કિં.રૂ.૪,૦૦,૦૦૦/- (૩) એક દેશી હાથ બનાવટની મેગ્ઝીનવાળીપિસ્તોલ કિં.રૂ. ૧૦,૦૦૦/- (૪) પાંચ જીવતા કાર્ટિઝ કિં.રૂ. ૫૦૦/- (૫) બે વોકીટોકી કિં.રૂ.૨૦૦૦/- (૬) મોબાઇલ નંગ-૦૫ કિં.રૂ. ૧૩,૦૦૦/- (૭) એક પાકીટમા રોકડા રૂ. કિં.રૂ.૨૪૦/- (૮) અર્ટિગા ગાડીની આર.સી.બુક કિં.રૂ. ૦૦૦/- મળી કુલ રૂ. ૨,૦૮,૨૫,૭૪૦/- નો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવેલ છે.

આ ગુનામા આરોપીઓ (૧) રાકેશ બોનીફાસ ડિ સોઝા S/O માર્ક એડવીન ડિ સોઝા રહેવાસી- 17-4—171/2 ડ્રેસીના સોમીનરી, જેપ્પુ ક્રોસ, દક્ષીણ કન્ન્ડા , કનકનાડી કર્ણાટકા (૨) મહંમદ સાદીક યુસુફ રહેવાસી- મેંગ્લોર ઉલાલા ધર્મનગર બુટ્ટુ તા.જી. મેંગ્લોર (કર્ણાટક) તથા (૩) અશોક બાલા પાંઢરેકર રહેવાસી માલબટ, સાંઇબાબા મંદિર પાસે માર્ગર ગોવા જિ.-સાઉથ ગોવા, ગોવા અને તથા શીતલબેન મનસુખ રાદડીયાના પ્રેમી અને આ ગુનાના માસ્ટર માઇંડ આરોપી નં- (૪) લિંગપ્પા શિના શેટી હાલ રહેવાસી- ગુરૂક્રુપા સોસાયટી હસમુખભાઇ ઘટોડીયાના મકાનમાં ભાડેથી કનોરીયા કોલોનીની બાજુમાં જલધારા ચોકડી નજીક જી.આઇ.ડી.સી અંકલેશ્વર મુળ રહેવાસી- પુજા નિવાસ ગામ – સનપીકે પોસ્ટા સનપીકે, થાના મુડાભીદ્રા જી. મેંગલુર ( કર્ણાટક) ની ધરપકડ એલ.સી.બી પોલીસ ઇંસ્પેક્ટર સુનીલ તરડેનાઓ દ્વારા આજરોજ અટકાયત કરી આરોપીઓ -૪ તથા મુદ્દામાલ અંકલેશ્વર જી.આઇ.ડી.સી પોલીસને આગળની કાર્યવાહી અર્થે સોંપવામા આવેલ લૂંટ નો બાકી નો મુદ્દામાલ અને બાકી
ના સંડોવાયેલ આરોપીઓ ની સઘન તપાસ ચાલુ છે

રિપોર્ટર:-પ્રકાશ મેકવાન, ભરૂચ.
મો:-9537920203.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY