વાશિંગ્ટન,તા.૧૬
Microsoftનાં કો-ફાઉન્ડર પોલ એલનનું ૬૫ વર્ષની ઉંમરે નિધન થઇ ગયુ છે. તે કેન્સરથી પીડિત હતાં. વોલ્કન ઇંકે ન્યૂઝ પેપર દ્વારા જાહેરાત કરવામાં આવી કે એલનનાં પરિવાર તરફથી આ માહિતી આપવામાં આવી છે. વોલ્કન ઇંક મુજબ એલનનું નિધન સોમવારે બપોરે થઇ ગયુ હતું. તેમની મોટી બહેને કહ્યું કે, ‘તેઓ દરેક સ્તર પર અનોખા હતાં’
એક નિવેદનમાં તેમણે કહ્યું કે, ‘ઘણાં લોકો એલનને ટેક્નોલોજિસ્ટ અને પરોપકારીનાં રૂપમાં ઓળખતા હતાં. પણ અમારા માટે તે અમારો પ્રેમાળ ભાઇ અને એક અસાધારણ મિત્ર હતો.’ બહેન જાડીએ કહ્યું કે, તમામ કાર્યક્રમોની વચ્ચે તેની પાસે હમેશા પરિવાર અને મિત્રો માટે સમય રહેતો હતો.
વોલ્કન ઇંકનાં CEO બિલ હિફે કહ્યું કે, અમારામાંથી જેમણે પણ એલન સાથે કામ કર્યુ છે તે તમામને ખુબજ મોટો ઝાટકો લાગ્યો છે. હિફે નિવેદનમાં ઉમેર્યુ કે, ‘તેમણે દુનિયાની સૌથી અઘરી સમસ્યાઓમાંથી કેટલીકનું સમાધાન લાવવાનું ઝનૂન મેળવ્યું હતું.’
આ મહિનાની શરૂઆતમાં જ એલને જણાવ્યું હતું કે, તેમણે નોન હોજકિન્સ લિમ્ફોમાનું ઇલાજ શરૂ કરાવ્યું હતું. આ પ્રકારનું કેન્સર એલનને નવ વર્ષ પહેલાં પણ થયુ હતું તે સમયે એલનની તબિયત સુધરી ગઇ હતી.
એલનનાં નિધન પર માઇક્રોસોફ્ટનાં હાલનાં CEO સત્યા નડેલાએ કહ્યું કે, એલને માઇક્રોસોફ્ટ અને ટેક્નોલોજી ક્ષેત્રે મોટુ યોગદાન આપ્યુ છે. નડેલાએ તેમ પણ ઉમેર્યુ કે, તેમણે એલન પાસેથી ઘણુ શીખ્યુ છે તે હમેશાં એક પ્રેરણામૂર્તિ રહ્યાં છે. માઇક્રોસોફ્ટનાં સહ સંસ્થાપકનાં રૂપમાં, પોતાનાં શાંત અને હમેશા કાર્યરત રૂપમાં, તેમણે એક જાદુઇ ઉત્પાદ, અનુભવ અને સંસ્થાન બનાવ્યું હતું. આમ કરવા દરમિયાન તેમણે દુનિયાને બદલી નાખી હતી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




