અલવર,તા.૩
રાજસ્થાનના અલવર જિલ્લામાં એક ચોંકાવનારી ઘટનામાં બે સગીરા પર હોસ્ટેલની વોર્ડન તેમજ તેના પતિ દ્વારા જાતિય શોષણ કરવામાં આવતું હોવાનું જણાયું છે. પોલીસના જણાવ્યા મુજબ હોસ્ટેલના વોર્ડન ધો. ૧૨ની બે સગીરાને પોતાના ઘરે બોલાવી તેનું શોષણ કરતા હતા તેમજ વોર્ડનના પતિ પણ સગીરાઓને અન્ય મિત્રો સાથે મૈત્રી કેળવવા દબાણ કરતા હતા. અસવરના એસપી મહેશ ત્રિપાઠીના મતે, ‘સગીરાઓએ હોસ્ટેલના વોર્ડન અને તેના પતિ સહિત અન્યો દ્વારા છેલ્લા કેટલાક દિવસથી જાતિય શોષણ કરાતું હોવાનો આરોપ લગાવ્યો છે.’
સગીરાઓએ અન્ય હોસ્ટેલના સાથીઓ સાથે મળીને શનિવારે અહીં આવેલા શાળાના પ્રિન્સિપાલને આ અંગે લેખિતમાં જાણ કરી હતી અને તેમણે પોલીસને સમગ્ર ઘટના વિશે જણાવ્યું હતું. પ્રિન્સિપાલની ફરિયાદને આધારે હોસ્ટેલના વોર્ડન અને તેમના પતિ સહિત અન્યો સામે પોક્સો હેઠળ કેસ દાખલ કરાયો છે. આ ઉપરાંત કિશનગઢ પોલીસ સ્ટેશનમાં એસસીએસટી એક્ટ હેઠળ એટ્રોસિટી પણ દાખલ કરવામાં આવી છે. પોલીસે પીડિતાઓના નિવેદન નોંધ્યા છે. મહિલા પોલીસ સમગ્ર કેસને તપાસી કરી આગળની કાર્યવાહી કરી રહી છે તેમ એસપીએ જણાવ્યું હતું.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



