હે રામ! ગંગા શુદ્ધિકરણ માટે ઉપવાસ પર બેઠેલા સંત ગૂમઃ હત્યાની આશંકા

0
21

ગંગા નદીની આસપાસ બની રહેલ હાઈડ્રોપાવર પ્રોજેક્ટનો વિરોધ કરી રહ્યા હતા
ઋષિકેશ,તા.૧૫
ગગા શુદ્ધિકરણ માટે ઉપવાસ પર બેઠેલા સંત ગોપાળ દાસ ગૂમ થઇ ગયાનાં સમાચાર આવ્યા છે. તેઓ રિષિકેશ સ્થિત આશ્રમમાં રહે છે. ગંગા નદીની આસપાસ બની રહેલા હાઇડ્રોપાવર પ્રોજેક્ટનો વિરોધ કરવા માટે ગોપાલ દાસ ગયા અઠવાડિયે ઉપવાસ પર બેઠા હતા. ગોપાલ દાસ ગૂમ થતા તેમના માતાએ પણ અન્નજળનો ત્યાગ કર્યો છે.
ગોપાલ દાસનાં ૬૦ વર્ષનાં માતા શકુંતલા દેવીએ જણાવ્યું કે, મારો દિકરો ગંગાના શુદ્ધિકરણ માટે ઉપવાસ પર બેઠો હતો. મેં પણ અન્નજળનો ત્યાગ કર્યો છે. હું સરકાર પાસેથી જાણવા માંગુ છુ કે મારો દિકરો ક્યાં ગયો ? હું ઇચ્છુ છુ કે, ગંગા નદીને શુદ્ધ કરવા માગે ગંગા એક્ટ લાવો.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગોપાલ દાસ એ જ આશ્રમમાં રહે છે જે આશ્રમમાં પર્યાવરણવિદ જી.ડી અગ્રવાલ રહેતા રહેતા. જી.ડી અગ્રવાલે ગંગા નદીનાં શુદ્ધિકરણ માટે આમરણાંત ઉપવાસ પર ઉતર્યા હતા અને ૧૧૨ દિવસમાં દિવસે તેમનુ નિધન થયું હતું. ગંગા નદીને બચાવવા માટે તેઓ શહિદ થયા. આ આશ્રમનાં અધિપતિ સ્વામી શિવાનંદે પત્રકારોને જણાવ્યું કે, ગોપાલ દાસને ઉત્તરાખંડ પોલીસ ૪ ડિસેમ્બરે પકડી ગઇ છે અને સરકારની દૂન મેડિકલ કોલેજમાં રાખ્યા છે. ગોપાલ દાસનાં મિત્રોને શંકા છે કે, તેમની હત્યા થઇ ગઇ છે. અમને શંકા છે કે, તેમની હત્યા થઇ ગઇ છે. કેમ કે, એ સિવાય તેમના ગૂમ થવા પાછળ કોઇ કારણ નથી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY