પાલનપુરમાં દારૂબંધીના ધજાગરા, ૧૩ વર્ષના કિશોરને પીવડાવ્યો દારૂ

0
11

પાલનપુર,તા.૫
રાજ્યમાં છાશવારે દારૂબંધીના કાયદાના લીરેલીરા ઉડે છે તેની હવે કોઈ નવાઈ રહી નથી, પરંતુ કોઈ નાના બાળકને દારૂ પાઈને કોઈ વિક્તૃ અસામાજિક તત્વે બાળક જિંદગી સાથે મજાક કરી હોય તે પ્રકારની એક જઘન્ય ઘટના સામે આવી છે.
પાલનપુર શહેરમાં એક શખસે ૧૩ વર્ષના કિશોરને ફોસલાવીને દારૂ પાયો હતો. જેના કારણે કિશોર સૂધબૂધ ગુમાવી બેઠો હતો અને પરિવારજનો ચિંતામાં મુકાયા હતા. આખરે પરિવારજનો બાળકને લઈને પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા.
પરંતુ બાળક કશુ જણાવી શકે તેવી સ્થિતિમાં ન હતો. જોકે, આ બાબતે ભોગ બનેલા બાળકના પિતાએ એક પરિચિત વ્યક્તિ સામે આંગળી ચીંધી છે. બાળકની તબિયત વધારે બગડતાં તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો. પોલીસ આ મામલે કડક કાર્યાવાહી કરે તેવી માગ પીડિતના માતા પિતા કરી રહ્યા છે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY