અકસ્માતમાં ૮ લોકોને સામાન્ય ઈજા,૨ લોકોને ગંભીર ઈજા પહોંચી
ગીર સોમનાથ,તા.૧૬
દીવ પ્રવાસનની સાથે સાથે દારૂ પ્રેમિઓના અડ્ડા તરીકે પણ પ્રખ્યાત છે. ગુજરાતી લોકો માટે દીવ પસંદગીનું મુખ્ય પ્રવાસન સ્થળ માનવામાં આવે છે. આ સાથે ગુજરાતમાં દારૂ બંધી હોવાથી દારૂના શોખીનો સ્પેશ્યલ દારૂની મજા માણવા પણ અહીં જતા હોય છે. ક્્યારેક દારૂડીયાઓ પીને એટલા છાકટા બને છે કે, ના કરવાનું કરી જતા હોય છે. આવી જ રીતે દારૂ પીને છાકટો બનેલા એક વાહન ચાલકે ૧૦ લોકોને અડફેટે લઈ ગંભીર ઈજા પહોંચાડી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, દીવમાં હીટ એન્ડ રનની ઘટના સામે આવી છે. દીવના નાગવા એરપોર્ટ રોડ પર એક અજાણ્યા કાર ચાલકે દારૂના નશામાં ભાન ભૂલી લોકોને અડફેટે લીધા છે. કાર ચાલકે લગભગ ૧૦ લોકોને અડફેટે લઈ ગંભીર ઈજા પહોંચાડી છે. એટલું જ નહી, લોકોને ઈજા પહોંચાડી કાર ચાલક રફૂચક્કર થઈ ગયો હતો.
આ અકસ્માતમાં ૮ લોકોને સામાન્ય ઈજા, તથા ૨ લોકોને ગંભીર ઈજા પહોંચી છે. આ અકસ્માતનો એક સીસીટીવી વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં દેખાઈ રહ્યું છે કે, એક બોલેરો કાર જીજે૧૦ ટીવી૫૪૩૦ નંબરની જે અચાનક ફૂલ સ્પીડમાં આવે છે અને એક ઝાડ સાથે ટકરાય છે. વાહન ચાલકે એક બાઈક સહિત અન્ય રાહદારીઓને અડફેટે લીધા હતા.
ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ગઈ છે. પોલીસે ગાડીના નંબરના આધારે વાહન ચાલક કોણ હતો, તેની તપાસ શરૂ કરી છે. હાલમાં પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ સ્થાનિકોના નિવેદનાન આધારે દારૂ પીને વાહન ચલાવી અકસ્માત કરવાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




