કેદારનાથના જળપ્રલયમાં મૃત મનાયેલી કિશોરી પાંચ વર્ષે ઘરે પાછી ફરી

0
4

અલીગઢ,તા.૨૬
કેદારનાથમાં પાંચ વર્ષ પહેલા આવેલા જળપ્રલયમાં જેને મૃત સમજી લીધી હતી તે કિશોરી જીવતી નીકળી છે. ઉત્તરપ્રદેશના અલીગઢમાં રેહનારી ચંચળ નામની આ કિશોરી તેના માતા પિતા સાથે કેદારનાથ દર્શન કરવા માટે ગઈ હતી.તે વખતે આવેલા પૂરમાં તેના પિતા તણાઈ ગયા હતા અને માતાનો જીવ બચી ગયો હતો.આ દરમિયાન ચંચળનો અતો પતો મળ્યો ન હતો.
ચંચળને તેના પરિવારજનોએ મૃત માની લીધી હતી.બીજી તરફ હોનારતમાં ઉગરી ગયેલી ચંચળને કોઈએ જમ્મૂના એક આશ્રમના અનાથાલયમાં પહોંચાડી હતી.
અનાથાલયમાંથી તેને તેના પરિવાજનો સુધી પહોંચાડવામાં ચાઈલ્ડ લાઈનની ભૂમિકા મહત્વની રહી હતી.માનસિક રીતે અસ્વસ્થ ચંચળ ઘરનુ સરનામુ કહી શકતી નહોતી પણ તેની વાતમાં વારંવાર અલીગઢનો ઉલ્લેખ થતો રહેતો હતો.જેના કારણે ચાઈલ્ડ લાઈનના સંચાલકોને લાગ્યુ હતુ કે તે કદાચ અલીગઢમાં રહેતી હોઈ શકે છે.
પોલીસની મદદથી તપાસ કરવામાં આવતા તે ખરેખર અલીગઢની હોવાનુ બહાર આવ્યુ હતુ અને તેના દાદા દાદીનો સંપર્ક પણ થઈ શક્યો હતો.દાદા દાદી કહે છેકે પાંચ વર્ષ બાદ પૌત્રી પાછી આવી તે પણ એક ચમત્કારથી ઓછી ઘટના નથી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY