લોકશાહીનાં મહાપર્વનો લોહિયાળ પ્રારંભ : આંધ્રમાં ૨ના મોત

0
475

અમરાવતી,તા.૧૧
આંધ્ર પ્રદેશના અનંતપુરમાં મતદાન દરમિયાન હિંસા ભડકી ઉઠી, ટીડીપી અને આઈએસઆર કોંગ્રેસ (વાયએસઆરસીપી) વચ્ચે ભડકેલી હિંસામાં વાઈએસઆર કોંગ્રેસના કાર્યકર્તાઓના હુમલામાં તદીપત્રીના સ્થાનિક ટીડીપી નેતા ભાસ્કર રેડ્ડીની હત્યા થઈ છે.
આ ઉપરાંત આંધ્ર પ્રદેશના અનેક વિસ્તારોમાંથી વાઈએસઆર કોંગ્રેસ તરફથી કરાયેલા હુમલાના પણ અહેવાલો છે. આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ આ ઘટનાની ટીકા કરી છે. તેમણે આરોપ લગાવ્યો છે કે વાઈએસઆર કોંગ્રેસ હિંસા ફેલાવવા માંગે છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY