અમરાવતી,તા.૫
ચન્દ્રબાબુ નાયડૂના લાંબા સમયની સત્તાને ધરાશાયી કરીને આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી બનેલા જગન મોહન રેડ્ડીએ માનવતાની મિશાલ રજુ કરી ફરી એકવાર લોકોના દિલ જીતી લીધા છે. વિશાખાપટ્ટનમના પ્રવાસે આવેલા રેડ્ડીએ પોતાનો કાફલો રોકાવીને કેંસર પીડિત યુવકની મદદ કરી હતી.
વિશાખાપટ્ટનમમાં શારદાપીઠમ દર્શન માટે આવેલા સીએમ રેડ્ડી એરપોર્ટ પર પરત ફરી રહ્યાં હતાં. જ્યાં તેમને કેટલાક હાથમાં બેનર અને તકતી લઈને ઉભેલા નજરે પડ્યા. આ તમામ બ્લડ કેન્સર સામે ઝઝુમી રહેલા પોતાના ૧૭ વર્ષીય મિત્ર નીરજની જીંદગી બચાવવા મદદની અપીલ કરી રહ્યાં હતાં.
જગનમોહન રેડ્ડીની નજર જ્યારે આ યુવકો પર પડી તો તેમણે તુરંત જ પોતાનો કાફલો ઉભો રખાવ્યો હતો અને યુવકની સમસ્યા વિષે જાણકારી મેળવી. યુવકોના હાથમાં તે બોર્ડ હતું તેના પર લખેલુ હતું કે, “અમારા મિત્ર નીરજને બચાવો, જે કેંસરથી ઝઝુમી રહ્યો છે. તેની સારવાર માટે પૈસા આપીને અમારી મદદ કરો અને સાબિત કરો કે માનવતા હજી જીવિત છે.” આ જાતા જ જગને તત્કાળ જીલ્લા કલેક્ટરને નીરજની સારવાર માટે જરૂરી પગલા ભરવાના આદેશ કર્યા.
કેન્સર પીડિત નીરજની મિત્ર વિનીતાએ કહ્યુ હતું કે, મુખ્યમંત્રી જ્યારે વિશાખાપટ્ટનમ પહોંચ્યા, તે દરમિયાન અમે એરપોર્ટ પર તેમની રાહ જોઈ રહ્યાં હતાં. તેમણે આ બાબતે ધ્યાન ના આપ્યું અને શારદાપીઠમ જતા રહ્યાં હતાં. અમે આશા છોડી દીધી. વાઈએસઆર કોંગ્રેસના સ્થાનિક નેતા કેકે રાજુએ અમારી ખુબ જ મદદ કરી છે. પરંતુ એરપોર્ટ પરત ફરતી વખતે અમારા બેનર જાઈ જતા મુખ્યમંત્રી રેડ્ડીએ પોતાનો કાફલો અટકાવ્યો. તેમણે નીરજ વિષે જાણકારી મેળવી અને મદદ પણ કરી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



