અમરેલી,તા.૧૮
મોદી સામે પલટવાર કરતાં પરેશ ધાનાણીએ મોદી પર નિશાન તાકતા કહ્યું કે, ‘ગોળા ફેંકવાનું મશીન આજે ગુજરાતમા આવ્યું છે. અમરેલીમાં આગ લગાડવાનો નિરર્થક પ્રયાસ કરતા પ્રધાનમંત્રીએ આઠ હજાર જેટલી જંગી જાહેર સભા સંબોધી હતી. અમરેલીના લોકોમાં ભારતીય જનતા પાર્ટીનો જનાઘાર ઘટતો જાય છે. દિવથી લઈને દિલ્હી સુધી ભાજપનો સફાયો થશે. ભાજપનું ખાતુ કિયાય નહીં ખુલ્લે તેવી સ્થિતી હવે ઉભી થઈ છે.
આ સાથે જ ધાનાણી કહ્યું કે આવતી લોકસભાની ચૂંટણી બાદ મોદી નવરા થવા જઈ રહ્યાં છે. જેથી ગુજરાતમાં પોતાની સુરક્ષિત જગ્યા શોધવા માટે વારંવાર ગુજરાતના આંટાફેરા વધી રહ્યાં છે. સ્મૃતી ઈરાની અને યોગીની સભાઓ ગોઠવાઈ છે. હાર ભારેલી સરકાર આખા દેશને રેઢો મુકીને અમરેલીમાં પડ્યાં છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




