અમેરિકાની ૬૦ ધનવાન મહિલાઓમાં બે ભારતીય મૂળની

0
68

વાશિંગ્ટન,તા.૧૩
ભારતીય મૂળની બે મહિલાઓએ અમેરિકાની ૬૦ ધનિક મહિલાઓની યાદીમાં સ્થાન હાંસલ કરીને દેશનું નામ રોશન કર્યું છે. રીઆલિટી ટીવી સ્ટાર અને ઉદ્યોગસાહસિક ૨૧ વર્ષીય કાઇલી જેનર આ યાદીમાં સૌથી યુવા ધનિક મહિલા તરીકે મેગેઝિન ફોર્બ્સની તાકાતવર મહિલાઓની યાદીમાં સામેલ થઇ છે.
ટેક્નોલોજી એક્ઝિક્યુટિવ્સ જયશ્રી ઉલ્લાલ અને નીરજા સેઠીએ પોતાની તાકાતના જારે વિશ્વમાં તેમની ઓળખ ઊભી કરી છે. જયશ્રી ૧.૩ અબજ ડોલર સાથે આ યાદીમાં ૧૮માં સ્થાને છે તો નીરજા એક અબજ ડોલરના નેટવર્થ સાથે ૨૧મા ક્રમે છે.
ફોર્બ્સે જણાવ્યું છે કે અમેરિકાની ટોચની મહિલા ઉદ્યોગસાહસિકે બંધન તોડીને એક નવો મુકામ હાંસલ કર્યો છે. તેમણે કંપનીઓ ઊભી કરી અને જેનેટિક ટેÂસ્ટંગથી માંડીને એરોસ્પેસ જેવા વિભિન્ન ક્ષેત્રોમાં કાઠું કાઢ્યું છે.
લંડનમાં જન્મેલાં અને ભારતમાં ઉછરેલા ૫૭ વર્ષીય જયશ્રી કોમ્પ્યુટર નેટવ‹કગ કંપની એરિસ્ટા નેટવર્કના અધ્યક્ષા અને મુખ્ય સીઇઓ બન્યા હતાં. ૨૦૧૭માં આ કંપનીની આવક ૧.૬ અબજ ડોલર હતી. ઉલ્લાલ પાસે એરિસ્ટાનો પાંચ ટકા શેર છે.
ફોર્બ્સના જણાવ્યાનુસાર ૬૩ વર્ષીય નીરજા આઇટી નિષ્ણાત અને આઉટસો‹સગ કંપની સિનટેલના ઉપાધ્યક્ષ છે. તેમણે પોતાના પતિ ભારત દેસાઇ સાથે મળીને ૧૯૮૦માં કંપની ઊભી કરી હતી. માત્ર ૨,૦૦૦ ડોલરથી શરૂ થયેલી આ કંપનીની આવક ૨૦૧૭માં ૯૨.૪ કરોડ ડોલર રહી હતી. હાલમાં આ કંપનીના કર્મચારીઓની સંખ્યા ૨૩,૦૦૦ છે અને તેમાં ૮૦ ટકા ભારતીયો છે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY