અમદાવાદ,તા.૬
ગુજરાતના સૌથી માનનીય માનવ અધિકારના વકીલ અને ભારતીય બંધારણના નિષ્ણાંત ગિરિશ પટેલનું વહેલી સવારે નિધન થયું છે. વય સંબંધિત બીમારીને પગલે શનિવારે ૮૫ વર્ષીય ગિરિશ પટેલે તેમના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ પત્ની કુમુદ, અને પુત્રીઓ રુપલ તેમજ સીમા સાથે રહેતા હતા.
પટેલના નજીકના સૂત્રોએ જણાવ્યું હતું કે ગિરિશભાઈએ ૪ વાગ્યે તેમની અંતિમ શ્વાસ લીધા હતા અને તેમના પાર્થિવ દેહને અમદાવાદના શાહિબાગ વિસ્તારમાં આવેલી રાજસ્થાન હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. સૂત્રોએ ઉમેર્યું હતું કે ગિરિશભાઈની ઇચ્છા મુજબ, તેમના શરીરનું દાન (દેહ દાન) કરવામાં આવશે.
નડિયાદના વતની પટેલ, એક સેનિટરી ઇન્સ્પેક્ટરના પુત્ર હતા. તેમણે યુ.એસ.ની હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી કાયદામાં સ્નાતકની ડિગ્રી મેળવી હતી. શરૂઆતના વર્ષોમાં, પટેલ અમદાવાદની તત્કાલીન ન્યુ લો કોલેજમાં પ્રોફેસર હતા. ત્યાર બાદ તેઓ ૧૯૭૨માં ગુજરાત રાજ્ય લો કમિશનના સભ્ય તરીકે ચૂંટાયા હતા. ત્રણ વર્ષ માટે કમિશનની સેવા આપ્યા બાદ, તેમણે ગુજરાત હાઇકોર્ટમાં પ્રેÂક્ટસ કરવાનું શરૂ કર્યું હતું.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



