અમરનાથ : વધુ ત્રણ શ્રદ્ધાળુ લોકોના મોત, મૃત્યુઆંક ૧૭

0
73

શ્રીનગર,તા. ૯
જમ્મુ અને કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં કાઝીગુંદ ખાતે માર્ગ અકસ્માતમાં બે અમરનાથ શ્રદ્ધાળુના મોત થઇ ગયા છે. આની સાથે જ મોતનો આંકડો વધીને ૧૭ ઉપર પહોંચી ગયો છે. આ ઉપરાંત શેષનાગમાં એટેકના કારણે અન્ય એક સ્વૈÂચ્છક કર્મીનું મોત થયું હતું. આની સાથે જ મોતનો આંકડો વધી રહ્યો છે. કાઝીગુંદ વિસ્તારમાં ઝીગમોર ખાતે ચાર અમરનાથ શ્રદ્ધાળુ અને એક ડ્રાઇવર સાથેની ખાનગી ગાડી ઉંધી વળી જતાં આમા મુસાફરી કરી રહેલા બેના મોત થઇ ગયા હતા. આ લોકો જમ્મુથી શ્રીનગર તરફ આવી રહ્યા હતા. એક શ્રદ્ધાળુ સુરેન્દ્ર સિંધાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. તે લુધિયાણાનો હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે અન્ય એક શ્રદ્ધાળુનું ઇજાના કારણે મોત થયું હતું. હોÂસ્પટલમાં તેમનું મૃત્યુ થયું હતું. અન્ય પાંચ શ્રદ્ધાળુ જે પૈકી ચાર શ્રદ્ધાળુ અને એક ડ્રાઇવરને હોÂસ્પટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. બીજી બાજુ શેષનાગમાં કોમ્યુનિટી કિચનમાં કામ કરનાર ૩૫ વર્ષીય સેવાદારનું એટેકના કારણે મોત થયું છે. આ વ્યÂક્તની ઓળખ મેરઠના અજય તરીકે થઇ છે. આ મોતની સાથે જ મૃત્યુ આંક વધીને ૧૭ ઉપર પહોંચ્યો છે. ૨૮મી જૂનના દિવસે અમરનાથ યાત્રા શરૂ થયા બાદ હવે ઓગસ્ટમાં રક્ષાબંધનના દિવસ સુધી ચાલનાર છે. આ વર્ષે અમરનાથ યાત્રા પર હુમલાનો ખતરો તોળાઈ રહ્યો છે. ત્રાસવાદી સંગઠનો હુમલાને લઇને તૈયારી કરી ચુક્યા છે. તેમની પાસે હથિયારો પહોંચ્યા હોવાના અહેવાલ થોડાક દિવસ પહેલા આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત હિઝબુલ અને તોઇબાના ત્રાસવાદીઓ અમરનાથ યાત્રાને ખોરવી નાંખવાના પ્રયાસમાં પણ છે. આ વખતે અમરનાથ યાત્રા ઉપર વિસેષ ધ્યાન અપાયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે સુરક્ષા પાસાને લઇને કોઇ બાંધછોડ કરવા માટે તૈયાર નથી. સુરક્ષા સમીક્ષા થઇ ચુકી છે.
(સંપૂર્ણ સમાચાર સેવા)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY