અંબાજીમાં ઘટસ્થાપન વિધિ સાથે ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ, ભક્તોનું ઘોડાપૂર

0
9

અંબાજી,તા.૬
વિશ્વ પ્રસિદ્ધ અંબાજી મંદિરમાં શનિવારે ઘટસ્થાપન વિધિ સાથે ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થયો છે. રાજ્યભરમાંથી ભક્તોની મોટી ભીડ સવારથી જ દર્શન માટે આવી છે. મંદિરના મુખ્યપુજારી, પ્રાંતઅધિકારી અને હિસાબી અધિકારીની ઉપસ્થિતીમાં ઘટસ્થાપન વિધિ સંપન્ન થઈ હતી.
ઘટસ્થાપન વિધિમાં સાત પ્રકારના અનાજ મિશ્રીત અનાજના જવેરા પણ વાવવામાં આવ્યા છે. આ ઘટસ્થાપનમાં વાવવામાં આવતા જવેરા નવમાં દિવસે ઉગતાં જાઇને ખેડુતો માટેનું વર્ષ કેવું રહેશે તેનો પણ અંદાજ નિકાળવામાં આવે છે. આ સાથે આજથી હિન્દુઓ માટેના નવા વર્ષની પણ શરુઆત થાય છે.
નવરાત્રીના પ્રથમ દિવસે માતાજી શૈલપુત્રી સ્વરૂપે પુજાય છે. અંબાજી મંદિરમાં પણ પ્રથમ દિવસે મંગળા આરતી કર્યાના પ્રારંભે શનિવારે વહેલી સવારે મંગળા આરતીમાં હજારોની સંખ્યામાં માઇ ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા.
આ શક્તિનાં પર્વ સમાન ચૈત્રી નવરાત્રીનો શનિવારથી પ્રારંભ થયો. ત્યારે ૫૧ શક્તિપીઠમાંના એક શક્તિપીઠ અંબાજી ધામમાં માતા પાર્વતીનું હૃદયનો ભાગ પડ્યો હોવાથી અંબાજી શક્તિપીઠ તરીકે મનાય છે. ત્યારે ચૈત્રી નવરાત્રીનાં પ્રારંભે શનિવારે વહેલી સવારે મંગળા આરતીમાં હજારોની સંખ્યામાં માઇ ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યાં.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY