બનાસકાંઠા,તા.૧૧
ગુજરાતમાં દારૂબંધી હોવા છતાય લોકો છુટથી દારૂની લિજ્જત માણે છે. છાશવારે પોલીસ દારૂ પીને છાટકા બનેલા લોકોની ધરપકડ કરે છે. છતાં પણ લોકો દારૂનો નશો કરે છે.
આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં બનાસકાંઠાના વાવના ભાજપ મહામંત્રી દારૂ પીધેલી હાલતમાં ઝડપાયા છે.
રણજીતસિંહ ચૌહાણ દારૂ પીધેલી હાલતાં ઝડપાતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે. બાકાસર ત્રણ રસ્તા નજીક મહામંત્રી તેમની ગાડી સાથે પોલીસે દ્વારા ઝડપ્યા છે.
પોલીસે ૩ લાખની ગાડી જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે. જાકે આ સત્તામાં ચુર રણજીતસિંહ ચૌહાણનો નશો પોલીસ ઉતારશે કે પછી તેમાં ભીનું સંકેલવામાં આવશે તે તો આવનાર સમય જ બતાવશે. હાલ તો પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





