અંબાજી,તા.૨૦
અંબાજી-હડાદ માર્ગ પર બપોરે એક વેગેનઆર કાર રોડ સાઇડનાં ડિવાઇડર સાથે અથડાતાં અકસ્માત સર્જાતાં બેનાં મોત થયા હતા. જ્યારે પાંચ વ્યક્તિઓને ગંભીર ઇજાઓ થઇ છે. અમદાવાદનો કૌસલ પરિવાર અંબાજીથી દર્શન કરી પરત ફરી રહ્યો હતો ત્યારે હડાદ નજીક મચકોડા પાસે કાર રોડ સાઇડનાં એક ડિવાઇડર સાથે ધડાકા ભેર અથડાતાં કારમાં બેઠેલા સાત મુસાફરો પૈકી બેનાં ઘટના સ્થળે જ મોત નિપજ્યાં હતા. જ્યારે અન્ય પાંચ મુસાફરો ને ઇજાઓ થતાં તેમને અંબાજીની કોટેજ હોસ્પિટલ લઇ જવાયા હતા. જેમાં ચારને વધુ ગંભીર ઇજાઓ થતાં તેમને પાલનપુર ખસેડવામાં આવ્યા છે. બન્નેનાં મૃતદેહને દાંતા રેફરલ હોસ્પિટલ ખાતે પોસ્ટમાર્ટમ માટે લઇ જવાયા છે. જે ઘટન ની વધુ તપાસ હડાદ પોલીસ ચલાવી રહી છે.
દર્શન કરી પરત ફરતાં અમદાવાદના પરિવારની કારને અકસ્માત નડ્યો હતો. સ્ટિયરિંગ લોક થતાં કાર ડિવાઈડર સાથે ટકરાઈ હતી. જેમાં એક મહિલા અને બાળકીનું મોત નિપજ્યું હતું. અકસ્માતને પગલે કારનો આગળનો ભાગ ભુક્કો બોલી ગયો હતો. અમદાવાદ પાર્સિંગની કાર જીજે૨૭એપી૯૧૧૦નું સ્ટિયરિંગ લોક થતાં ડ્રાઈવર કાર પર કાબૂ મેળવી શક્યો ન હતો. જેને પગલે કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




