આંબેડકરની પ્રતિમાને જૂતાનો હાર પહેરાવતા દલિત સમાજમાં રોષની લાગણી

0
73

કચ્છમાં અસામાજિક ત્તત્વોની આતંકી પ્રવૃત્તિ
અંજાર,તા.૨૬
અંજાર તાલુકાના ભીમાસર ગામમાં કોઈ અવળચંડાએ ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને જૂતાનો હાર પહેરાવી દીધો હતો. ભારતીય સંવિધાન નિર્માતાના અપમાનને પગલે આસપાસના વિસ્તારના આંબેડકરવાદીઓ અને અનુસૂચિત જાતિના લોકો ભીમાસર પંચાયત સંકુલમાં પહોંચ્યા હતા. અહીં ઉમટી પડેલા લોકોએ રોષ વ્યક્ત કરી ગુનેગારોને ઝડપી પાડવા માંગ કરી હતી.
અંજાર તાલુકાના ભીમાસરની ગ્રામ પંચાયતની કચેરીમાં થોડા સમય પૂર્વે અનાવરણ કરાયેલી ડા. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા સાથે અટકચાળા કરીને જૂતાંનો હાર પહેરાવવાની ઘટના બની હતી. રાત્રે અજાણ્યા અસામાજિક તત્વોએ આ કરતૂત આચરી હતી. જેના પર લોકોનું સવારે ધ્યાન જતાં લોકોમાં રોષ ફાટી નીકળ્યો હતો. બાબાસાહેબને જૂતાંનો હાર પહેરાવેલી તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ અંજાર પંથકના અનુસૂચિત જાતિના લોકો રાતાચોળ થઈ ગયા હતા અને ઘટનાસ્થળે એકત્ર થઈ ગયા હતા.
બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા સાથે અપમાનિત કૃત્યની ઘટના બાદ આસપાસના અનુસૂચિત જાતિના લોકોના ટોળેટોળા ભીમાસર ગ્રામપંચાયત સંકુલ ઉમટી પડતાં પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. તો ઘટનાસ્થળે દોડી આવેલી પોલીસને લોકોએ બાબાસાહેબની પ્રતિમા સાથે અપમાનિત કરવાની કરતૂત કરનારને તાત્કાલિક ઝડપી પાડવા માટે રજૂઆત કરી હતી. હાલ પરિસ્થિતિ શાંત છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY