સુરત રેપ-મર્ડર કેસમાં હરસહાય ગુર્જરે માતા-બાળકીની હત્યાની કબૂલાત કરી

0
87

પહેલા કહ્યુ હતું કે મહિલાની હત્યા પિતરાઈ હરિઓમે કરી હતી
સુરત,તા.૨૬
માતા-પુત્રીના હત્યારા હરસહાય ગુર્જરે પહેલી વખત પોલીસ સમક્ષ એવી કબૂલાત કરી છે કે માતા-પુત્રી બન્નેની હત્યા તેણે જ કરી છે. પોલીસે સાક્ષીઓ અને આરોપીને સામ સામે બેસાડી પૂછપરછ કરી તેમાં હરસહાય ભાંગી પડ્યો હતો અને તેણે આ કબૂલાત કરી હતી. જેને સમર્થન આપતા પુરાવા પણ પોલીસે એકત્ર કર્યા છે. અત્યાર સુધી હરસહાય એવી વાત કરતો હતો કે મહિલાની હત્યા તેના પિતરાઈ ભાઈ હરિઓમે કરી છે. પણ, આજે પહેલી વખત મહિલાની હત્યા પણ પોતે જ કરી હોવાની કબૂલાત કરી હતી.
પાંડેસરાના જીઆવ-બુડિયા રોડ પરથી ગઈ તા. ૬ એપ્રિલે ૧૧ વર્ષીય બાળકીની હત્યા કરાયેલી લાશ મળી હતી. તેના ત્રીજા દિવસે એટલે કે તા. ૯મીએ એક અજાણી મહિલાની હત્યા કરાયેલી લાશ મળી હતી. આ બન્ને માતા-પુત્રી હોવાનું અને તેની હત્યા હરસહાય ગુર્જરે કરી હોવાનું પોલીસની તપાસમાં ખુલ્યું હતું. આ ગુનામાં પોલીસે હરસહાય ગુર્જરની ધરપકડ કરી છે.
આખરે હરસહાય ગુર્જરે માતા-પુત્રી બન્નેની હત્યા પોતે જ કરી હોવાની કબૂલાત કરી હતી. જ્યારે હરસહાય ગુર્જરની પોલીસે ધરપકડ કરી ત્યારે તેણે પોલીસ સમક્ષ એવી કબૂલાત કરી હતી કે મહિલાની હત્યા તેના પિતરાઈ ભાઈ હરિઓમે કરી છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY